ETV Bharat / state

રાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના પગથિયાં પાસે પુરાણ થતા લોકોમાં રોષ

નર્મદા: રાજપીપળા શહેર ઐતિહાસિક ઇમારતો અને કુદરતી સૌંદર્ય બાબતે જાણીતું છે. રાજપીપળામાં અનેક ફિલ્મો અને સિરિયલોનું પણ અવાર નવાર શુટિંગ કરવામાં આવે છે. હાલમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીના કારણે વિશ્વ ભરમાં નોંધ લેવાઈ છે. પરંતુ તંત્ર દ્વારા ઐતિહાસિક ઇમારતો કે સરકારી ઓવારા જેવી બાબતે એકદમ ઉદાસીન વલણ અપનાવાયું છે. S.T ડેપો પાછળ આવેલા ઐતિહાસિક ઓવારાની નુકસાન થઈ રહ્યું છે.

રાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારા
author img

By

Published : May 16, 2019, 8:06 PM IST

રાજપીપળાના સરકારી ઓવારાના પગથિયાં ગામની મહિલાઓ માટે કપડાં ધોવા સહિત ગણેશ વિસર્જન જેવા તહેવારોમાં ખુબ કામ આવતા હતા. પરંતુ ઘણા વર્ષોથી ઓવારાના પગથિયાં તૂટી ગયા છે. ત્યાં ઉભું રહેવું પણ જોખમી છે. વર્ષોથી તૂટેલા બાકીના પગથિયાંની મરામત કરવામાં આવી નથી.

ત્યાં હાલમાં એક પગથિયું પર રોડ બનાવવા પુરાણની કામગીરી ચાલું કરવામાં આવી છે. ત્યારે ઢંકાઈ જશે માટે સ્ટેટ સમયના આ ઓવારાનું નજીકના સમયમાં કોઈ અસ્તિત્વ જ રહેશે નહીં. ત્યારે આવનારી આપણી પેઢી માટે રાજપીપળાની ઐતિહાસિક ઇમારતો જાણે એક સ્વપ્ન બનીને રહી જશે એમ લાગી રહ્યું છે.

રજવાડી નગરી રાજપીપળાના ઐતિહાસિક ધરોહરોને જાળવવા કરતા તંત્ર ધીમે ધીમે વિનાશ કરી રહ્યું છે. લોખંડની ચેનોથી બાંધીને ઉંચા રખાયેલા આ ઓવારો તૂટી જતા જેને રીપેર કરવાને બદલે હવે તો પુરાણ કરી દેવા માંડ્યા ત્યારે આને વિકાસ કહેવાય કે, વિનાશ કહેવાયની બાબતે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિક રહીશોએ ગાંધી ચીંધ્યો માર્ગની ચીમકી આપી છે.

રાજપીપળાના ઐતિહાસિક સરકારી ઓવારાના બચેલા એક પગથિયાં પાસે પુરાણ થતા લોકોમાં રોષ 

વર્ષોથી ઓવારાના પગથિયાં તૂટેલા હોય માંડ એક જ પગથિયું સારું હતું જ્યાં લોકો કપડાં ધોતા કે અન્ય પૂજાપાઠ માટે  ઉપયોગ કરતા હોય ત્યાં  પુરાણ થતા રોષ 

તંત્ર દ્વારા વર્ષોથી ઐતિહાસિક ઓવરની મરામત બાબતે ઉદાસીન વલણ અપનાવાય છે ઉપરથી તેમાં પણ પુરાણ થતા સ્થાનિક આગેવાનો એ કરી રજુઆત 

રાજપીપળા શહેર ઐતિહાસિક ઇમારતો અને કુદરતી સૌંદર્ય બાબતે જાણીતું છે. અહીંયા અનેક ફિલ્મો સિરિયલો પણ અવાર નવાર સૂટ થાય છે અને હાલ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વિશ્વ ભરમાં નોંધ લેવાઈ છે છતાં તંત્ર દ્વારા ઘણી ઐતિહાસિક ઇમારતો કે સરકારી ઓવારા જેવી બાબતે એકદમ ઉદાસીન વલણ અપનાવાય રહ્યું હોય હાલ એસટી ડેપો પાછળ આવેલા ઐતિહાસિક ઓવારાની પણ પથારી ફેરવાઈ રહી છે. 

રાજપીપળાના સરકારી ઓવારાના પગથિયાં ગામની મહિલાઓ માટે કપડાં ધોવા સહીત અલૂણાં કે ગણેશ વિસર્જન જેવા તહેવારોમાં ખુબ કામ આવતા હતા પરંતુ ઘણા વર્ષોથી ઓવારાના પગથિયાં તૂટી ગયા હોય ત્યાં ઉભું રહેવું પણ જોખમી છે ત્યારે છેલ્લું એક પગથિયું થોડુંક ટકી રહ્યું હતું ત્યાં મહિલાઓ કપડાં ધુવે કે પૂજાપાઠ માટે ઉભા રહેવા આ પગથિયું લોકોને કામ આવતું હતું જોકે વર્ષો થી તૂટેલા બાકીના પગથિયાંની મરામત કરાઈ નથી ત્યાં હાલ બચેલું એક પગથિયું પણ રોડ બનાવવા પુરાણની કામગીરી ચાલતી હોય તેમાં ઢંકાઈ જશે માટે સ્ટેટ સમયના આ ઓવારાનું નજીકના સમયમાં કોઈ અસ્તિત્વ જ નહીં રહે એમ લાગી રહ્યું છે ત્યારે આવનારી આપણી પેઢી માટે રાજપીપળાની ઐતિહાસિક ઇમારતો જાણે એક સ્વપ્ન બનીને રહી જશે એમ લાગી રહ્યું છે .

અત્રે ઉલ્લખનીય છે કે રજવાડી નગરી રાજપીલાના ઐતિહાસિક ધરોહરો ને જાળવવા કરતા તંત્ર ધીમે ધીમે વિનાશ કરી રહ્યું છે. લોખંડ ની ચેનો થી બાંધીને અધ્ધર રખાયેલા આ ઓવારો તૂટીજતા જેને રીપેર કરવાને બદલે હવે તો પુરાણ કરી દેવા મંડ્યા  ત્યારે આને વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય. ની બાબતે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને સ્થાનિક રહીશોએ તો ઉપર સુધી રજુઆત કરી ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવવો પડશે.ચીમકી પણ આપી છે. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.