ETV Bharat / state

Rainfall in Narmada : ગુજરાતના આ ગામમાં સિઝનનો પહેલો વરસાદ બન્યો કાળ

નર્મદા કણજીમાં દેવ નદીના કોઝવે (Rainfall in Narmada) પરથી પસાર થઇ રહેલી માતા અને પુત્રી તણાઇ જવાની ઘટના સામે આવી છે. જેમાં માતાનો ચમત્કારિક બચાવ થયો છે. પરંતુ, પુત્રીનો મૃતદેહ ન મળતાં ગામલોકોમાં ભારે (Kanji village Daughter pulled river) આક્રોશ જોવા મળી રહ્યો છે.

Rainfall in Narmada : ગુજરાતના આ ગામમાં સિઝનનો પહેલો વરસાદ બન્યો કાળ
Rainfall in Narmada : ગુજરાતના આ ગામમાં સિઝનનો પહેલો વરસાદ બન્યો કાળ
author img

By

Published : Jun 13, 2022, 3:48 PM IST

નર્મદા : રાજ્યમાં દર વર્ષે પ્રથમ વરસાદ શરૂ થતાં ક્યાંકથી ખુશીના (Rainfall in Narmada) સમાચાર સામે આવતા હોય છે. તો ક્યાંક દુર્ઘટનાના સમાચાર પણ સામે આવતા હોય છે, ત્યારે નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઇ છે.વરસાદની આ એન્ટ્રીથી ડેડીયાપાડાના કણજીમાં દેવ નદીના કોઝવે પરથી પસાર થઇ રહેલી માતા અને પુત્રી પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ જવાની ઘટના સામે આવી છે. આ બનાવને લઈને માતાનો ચમત્કારિક બચાવ થયો છે, પરંતુનો પુત્રીનો મૃતદેહ (Mother Daughter Tension in Dev River) હજી સુધી મળી આવ્યો નથી.

કોઝવેના બદલે પુલ બનાવી આપવામાં આવતો નથી : ગામ સરપંચ

આ પણ વાંચો : ભારે વરસાદના કારણે રાજકોટના છાપરા નજીક કાર તણાઈ, જૂઓ વીડિયો

શું હતો બનાવ - ડેડીયાપાડાના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદના પગલે દેવ નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો. દેવ નદી પર કણજી ગામ પાસે કોઝવે બનાવવામાં આવ્યો છે. ગત રોજ રાત્રિના 8 વાગ્યાના અરસામાં વાંદરી ગામે રહેતા શીલા વસાવા અને તેમની 8 વર્ષની દીકરી મમતા (Kanji village Daughter Pulled River) આ કોઝવે પરથી પસાર થઇ રહ્યા હતાં.આ દરમિયાન પાણીનો પ્રવાહ વધારે હોવાથી માતા અને પુત્રી ખેંચાઈ ગયા હતાં. શીલા વસાવાને બચાવી લેવામાં આવ્યાં હતાં પણ બાળકી પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. શીલા વસાવાને સારવાર માટે ડેડીયાપાડા ખસેડવામાં આવ્યાં હતાં જયારે મમતાનો મૃતદેહ હજી સુધી મળી આવ્યો નથી. આમ નર્મદામાં મોસમના પહેલા જ વરસાદે માસુમ બાળકીનો ભોગ લીધો છે.

આ પણ વાંચો : Valsad Monsoon: ઉમરસાડી દરિયા કિનારે ઓઇલ ડાર્ટ જેવું કેમિકલ તણાઈ આવ્યુ, માછીમારોમાં ચિંતાનો માહોલ

"કોઝવેના બદલે પુલ બનાવી આપવામાં આવતો નથી" - સરપંચ સોમ વસાવાએ જણાવ્યું કે, દેવ નદી પર કોઝવેના બદલે પાકો પુલ બનાવવાની અમારી માંગ છે. આ કોઝ વે ગુજરાત અને મહારાષ્ટ્રના ગામોને જોડે છે. ચોમાસામાં દેવ નદીમાં પાણીનો પ્રવાહ રહેતો હોવાથી કોઝવે ઓળંગતી વેળા લોકો પાણીમાં ખેંચાઈ જવાનો ભય રહેતો હોય છે. પાકો પુલ નહિ હોવાથી અમારે 15 કીમીથી વધારેનો ફેરાવો પણ થાય છે. અમે વર્ષોથી કોઝવેના બદલે પાકો પુલ (Dev River Causeway) બનાવી આપવા માગ કરી રહ્યાં છે. પણ આજ દિન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. દર વર્ષે ચોમાસામાં સરેરાશ બે લોકોના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થાય છે. પાંચ વર્ષમાં 10થી વધારે લોકો મોતના મુખમાં હોમાય ચૂક્યાં છે. સરકાર કોઇ પગલાં નહિ ભરે તો હવે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.