ETV Bharat / state

વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી આઠ નવી ટ્રેનને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવી

વડાપ્રધાન મોદીએ રવિવારના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી આઠ નવી ટ્રેનને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન કેન્દ્ર બન્યું છે અને તેના કારણે સ્થાનિક આદિવાસી યુવાનો માટે રોજગારી-સ્વરોજગારના દ્વાર ખૂલ્યા છે. તેના કારણે અનેક આદિવાસી પરિવારોનું જીવનધોરણમાં આમૂલ બદલાવ આવ્યો છે. સમગ્ર ભારતને એક કરતા ભારતીય રેલવેના પ્રવાસન વૃદ્ધિના મિશન અને સરદાર પટેલનું એકતા-અખંડિતાના વિઝન અહી સાકાર થઇ રહ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટી
author img

By

Published : Jan 17, 2021, 6:13 PM IST

Updated : Jan 17, 2021, 7:47 PM IST

  • વડાપ્રધાન મોદીએ રવિવારના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોડતી 8 નવી ટ્રેનને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવી
  • ભારતીય રેલવેના પ્રવાસન વૃદ્ધિના મિશન અને સરદાર પટેલનું એકતા-અખંડિતાના વિઝન સાકાર
  • કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન કેન્દ્ર બન્યું

નર્મદા : દેશની ચારેય દિશાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ્વેના માધ્યમથી જોડવા માટે ભારતીય રેલવે દ્વારા શરૂ કરવામાં આવેલી 8 ટ્રેનને લીલી ઝંડી તથા રેલવેના વિવિધ નવીન પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉક્ત સંદર્ભમાં ઉમેર્યું કે, કેવડિયા અને પુણ્યસલાલી મા નર્મદાનો વિસ્તાર પ્રવાસીઓ તથા આદ્યાત્મિક ખોજકર્તાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અહીં માં નર્મદાના કિનારે અલૌકિક આદ્યાત્મિક ઊર્જાનો અહેસાસ થાય છે. હું પણ અનેક વખત અહીં આવતો રહ્યો છું. પહેલા અહીં નેરોગેઝ ટ્રેઇનમાં બેસીને આવતો હતો. એ ટ્રેનની સ્પીડ એટલી હતી કે, તમે એની સાથે ચાલી પણ શકો. રસ્તામાં કોઇ પણ સ્થળે તમે ચાલુ ટ્રેનમાંથી ઉતરી શકો કે, બેસી શકો એવી ગતિથી ટ્રેન ચાલતી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી
ભારતીય રેલવેમાં આધુનિક ટેક્નોલોજી અને સંશોધનોનો વિનિયોગ થતાં તેમાં પરિવર્તન આવ્યું છે, કેવડિયા તેનો ઉત્તમ નમૂનો છે - વડાપ્રધાન

ભારતીય રેલવેમાં આધુનિક ટેક્નોલોજી અને સંશોધનોનો વિનિયોગ થતાં તેમાં પરિવર્તન આવ્યું છે, કેવડિયા તેનો ઉત્તમ નમૂનો છે

- વડાપ્રધાન

આઝાદીના ઘણા દશકો સુધી રેલવેમાં ટેક્નોલોજીના અમલીકરણનો અભાવ તથા નૂતન સંશોધનને લાગુ કરવામાં ન આવતા રેલવેમાં કોઇ જ પરિવર્તન આવ્યું નહીં. તેમ જણાવતા મોદીએ ઉમેર્યું હતું કે, રવિવારે ભારતીય રેલવેમાં આધુનિક ટેક્નોલોજી અને સંશોધનોનો વિનિયોગ થતાં તેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેનું ઉત્તમ ઉદાહરણ કેવડિયાનો આ રેલવે પ્રોજેક્ટ છે. જે અનેક વિડંમણાઓ વચ્ચે પણ માત્ર 20 જ માસના ટૂંકાગાળામાં પરિપૂર્ણ કર્યો છે. જેના કારણે આદિવાસી ક્ષેત્ર એવા કેવડિયાનો કાયાકલ્પ થયો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરદાર પટેલના એકતા-અખંડિતાના વિઝન અને ભારતીય રેલવેના પ્રવાસન વૃદ્ધિનું મિશન કેવડિયામાં સાકાર - વડાપ્રધાન

સરદાર પટેલના એકતા-અખંડિતાના વિઝન અને ભારતીય રેલવેના પ્રવાસન વૃદ્ધિનું મિશન કેવડિયામાં સાકાર

- વડાપ્રધાન

કેવડિયાને દેશના વિવિધ ક્ષેત્રો સાથે રેલવે કનેક્ટિવિટીથી જોડવામાં આવતા પ્રવાસીઓને અહીં આવવામાં સુગમતા રહે છે. વિવિધ રાજ્યો અને ભિન્નભિન્ન ભાષા, વેશ ધરાવતા લોકો અહીં આવતા લઘુ ભારતનું દ્રષ્ટ સર્જાશે અને સરદાર પટેલનું એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થશે. દેશની એકતા અને અખંડિતતાને નિરંતર રાખવાના પ્રયાસોનો આ નવો આધ્યાય કેવડિયાથી શરૂ થયો છે, એવો દ્રઢ વિશ્વાસ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે સ્થાનિક આદિવાસી પરિવારોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે

- વડાપ્રધાન

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કેવડિયાના સર્વાંગી વિકાસ માટે મે જ્યારે મારી મહેચ્છાઓની વાત કરતો ત્યારે કેટલાક લોકો તેને અશક્ય ગણાવતા હતા. તે તેમના જૂના અનુભવોને આધારે આ વાતને અવગણી નાખતા હતા, પણ આયોજનબદ્ધ રીતે પર્યાવરણના રક્ષણ સાથે ઇકોનોજી અને ઇકોલોજીના વિકાસ થકી કેવડિયાની વિકાસયાત્રાને આગળ વધારી વિશ્વનું સર્વશ્રેષ્ઠ ફેમિલી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રસ્થાપિત કરી દીધું છે. અત્યાર સુધીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 50 લાખથી પણ વધુ લોકોએ મુલાકાત લઇ ચૂક્યા છે. તે સંખ્યા અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીથી પણ વધુ છે. એક સર્વે પ્રમાણે કેવડિયા રેલવે કનેક્ટિવિટીથી જોડાતા આ સ્થળે રોજના એક લાખ પ્રવાસીઓ મુલાકાત લે એવી સંભાવના પણ રહેલી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી
સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે સ્થાનિક આદિવાસી પરિવારોના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે - વડાપ્રધાન

સ્ટેચ્યૂ ઓફ યુનિટી બેસ્ટ ફેમિલી ટૂરિસ્ટ ડેસ્ટિનેશન કેમ છે?

વડાપ્રધાને જણાવ્યું કે, અહીં સેંકડો એકરમાં ફેલાયેલો સરદાર પટેલ જીઓલોજીકલ પાર્ક, જંગલ સફારી પાર્ક, આયુર્વેદ અને યોગ પર આધારિત આરોગ્ય વન, પોષણ પાર્ક, રાત્રે ઝગમગતો ગ્લોવ ગાર્ડન, દિવસે નિહાળી શકાય એવો ક્રેક્ટસ અને પતંગિયા પાર્ક, સહેલાણીઓ માટે એકતા ક્રૂઝ અને નવલોહિયા યુવાનો માટે રિવર રાફ્ટિંગની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. બીજા શબ્દોમાં કહી તો કેવડિયા બાળકો, યુવાનો, વડીલો અને મહિલાઓ માટે હરવા ફરવા માટેનું ઉત્તમ સ્થળ છે.

કેવડિયામાં પ્રવાસનનો વિકાસ થતાં સ્થાનિક આદિવાસીઓને વ્યાપક રોજગાર અને સ્વરોજગારની તકો મળી છે

કેવડિયામાં પ્રવાસનનો વિકાસ થતાં સ્થાનિક આદિવાસીઓને વ્યાપક રોજગાર અને સ્વરોજગારની તકો મળી છે. જેના પરિણામે સ્થાનિક યુવા-યુવતિઓ ગાઇડ, કાફે ઓનર, ઝૂ કિપર સહિતની સ્થાનિક કક્ષાએ જ નોકરી કરતા થયા છે. એટલું જ નહીં એકતા મોલ થકી સ્થાનિક મહિલાઓની પરંપરાગતા હસ્તકલાને પણ વેચાણનું કેન્દ્ર મળ્યું છે. જેના કારણે આદિવાસી કલાને વિશ્વભરમાં ઉજાગર થઇ છે. અહીંના 200 ઘરોમાં પ્રવાસીઓ માટે હોમ સ્ટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેના કારણે રોજગારીના વધુ અવસરો ઉભા થશે. વળી, કેવડિયા રેલવે કનેક્ટિવિટીથી જોડાતા તેમાં પણ વૃદ્ધિ થશે, તેવો આશાવાદ પણ મોદીએ વ્યક્ત કર્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી
કેવડિયા રેલ કનેક્ટિવિટીથી જોડાતા ‘સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી' ખરા અર્થમાં દેશના એકીકરણનો પર્યાય બની જશે - મુખ્યપ્રધાન

આગામી સમયમાં હાઇસ્પીડ ટ્રેન શરૂ કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ - વડાપ્રધાન

રેલવેના પૂરા તંત્રમાં વ્યાપક બદલાવનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એટલું જ નહીં, નવા નવપ્રવર્તક વિચારોના આધારે રેલવેના અનેક ક્ષેત્રોમાં એક સાથે કામગીરી થઇ રહી છે. તેમાં રેલવેના નવા કોચ, નવી લાઇન, જૂની લાઇનોનું આધુનિકીકરણ, ગેઝપરિવર્તન, રેલવે પૂલોનું નિર્માણ અને સિગ્નલિંગ સહિતની બાબતોમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે નવા પ્રકલ્પોના અમલીકરણમાં ગતિ આવી છે. આ ઉપરાંત રેલવે પ્રોજેક્ટ પર્યાવરણરક્ષક બને, તે બાબત સુનિશ્ચિત કરવામાં આવી છે. રેલવેમાં ઉત્પાદન અને સંશોધન માટે આત્મનિર્ભરતા ૫ર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જેના પરિણામે દેશમાં સેમી હાઇસ્પીડ ટ્રેન શરૂ થઇ ગઇ છે. આગામી સમયમાં હાઇસ્પીડ ટ્રેન શરૂ કરવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છીએ.

1100 રેલવે ટ્રેકનું કામ પૂર્ણતાના આરે

ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું ઉદાહરણ આપતા મોદીએ જણાવ્યું કે, વર્ષ 2006થી 2014 સુધીના સમયગાળામાં આ પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર જ દોડતો હતો અને એક કિલોમિટરના રેલવે ટ્રેકનું કામ થયું ન હતું. રવિવારે અમારા દ્રષ્ટિવંત આયોજનને પરિણામે 1100 રેલવે ટ્રેકનું કામ પૂર્ણતાના આરે છે.

રેલ યુનિવર્સિટી વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોમાં છે

ભારતીય રેલના વિકાસ માટે અમે સતત નવા વિચારો, સંશોધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, તેનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું કે, રેલ ટ્રાન્સપોર્ટ, સંશોધન અને તાલીમ સહિતની આધુનિક સવલતો માટે વડોદરામાં દેશની સૌ પ્રથમ રેલ યુનિર્વસિટી કાર્યરત કરી દેવામાં આવી રહ્યા છે. તેમાં 20 રાજ્યના અનેક યુવાનો તાલીમ લઇ રહ્યા છે. તેમના દ્વારા થતા નવા સંશોધનો થકી ભારતીય રેલવેના પ્રગતિના ટ્રેકને વધુ ગતિ આપશે. આવી રેલ યુનિવર્સિટી વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોમાં છે.

કેવડિયા રેલવે સ્ટેશનના નવીન ઇમારતોનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતમાં ડભોઇ-ચાંદોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલવે લાઇન, ચાંદોદ કેવડિયા નવી બ્રોડગેજ રેલવે લાઇન, પ્રતાપનગર-કેવડિયા નવા વિદ્યુતિકરણ રેલવે તથા ડભોઇ જંકશન, ચાંદોદ અને કેવડિયા રેલવે સ્ટેશનના નવીન ઇમારતોનું લોકાર્પણ કર્યું હતું.

8 નવી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

વડાપ્રધાન મોદીએ એક ભારત શ્રેઠ ભારતના સૂત્રને સુદૃઢ કરતી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સમગ્ર દેશ સાથે જોડતી વારાણસી જંકશન- કેવડિયા એકસપ્રેસ, દાદર -કેવડિયા એકસપ્રેસ, રીવા-કેવડિયા એકસપ્રેસ, અમદાવાદ-કેવડિયા જનશતાબ્દિ એકસપ્રેસ, હજરત નિઝામુદ્દીન-કેવડિયા એકસપ્રેસ, ચેન્નાઇ-કેવડિયા એકસપ્રેસ, પ્રતાપનગર-કેવડિયા મેમુ તથા પ્રતાપનગર-કેવડિયા મેમુ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ માન્યો મોદીનો આભાર

કેવડિયા ખાતે કેવડિયાના અત્‍યાધુનિક રેલવે સ્‍ટેશન તથા પ્રતાપનગર-ડભોઇ-ચાંદોદ-કેવડિયા રેલવે લાઇન તેમજ દેશની વિવિધ દિશાઓથી આવેલી અને કેવડિયાને જોડતી 8 નવી રેલ સેવાઓના ઉદ્ઘાટન પ્રસંગે વક્‍તવ્‍ય આપતાં મુખ્‍યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર દેશ અને ગુજરાતની જનતા વતી આ સેવાઓ ઉપલબ્‍ધ કરાવવા બદલ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

કેવડિયા રેલ કનેક્ટિવિટીથી જોડાતા ‘સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી' ખરા અર્થમાં દેશના એકીકરણનો પર્યાય બની જશે

- મુખ્યપ્રધાન

આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્‍યું હતું કે, કેવડિયા સ્‍થિત સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટીની આ સરદાર પ્રતિમાની છાંવમાં બેઠેલા આપણે સૌને દેશનમાં એકીકૃતતા અને ‘અનેકતામાં એકતા'નો સંદેશ મળી રહ્યો છે. ભારતીય રેલવેએ દેશને ‘એક' કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. રવિવારે દેશના અલગ-અલગ ભાગોમાંથી અહીં કેવડિયા ખાતે ટ્રેનો આવશે અને કેવડિયા તથા ‘સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી' ખરા અર્થમાં દેશના એકીકરણનો પર્યાય બની જશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી એ માત્ર પ્રતિમા નથી, પરંતુ દેશની એકતાની ભાવનાનું પ્રતીક છે. આ પ્રતિમા વિશ્વને અનેકતામાં એકતાની ભાવના, સ્વાતંત્ર્ય સંગ્રામનો સંઘર્ષ, દેશના એકીકરણનો સંદેશ આપે છે.

કેવડિયાને વિશ્વની શ્રેષ્ઠ સ્થાપત્યકલાનું કેન્દ્ર અને આકર્ષણનું બનાવાશે

- મુખ્યપ્રધાન

નવી રેલવે ટ્રેનોના લોકાર્પણોથી કેવડિયા હવે દેશની એકતા-અખંડતાની સાથે-સાથે ‘વૈશ્વિક પ્રવાસ સ્‍થળ' બની ગયું છે. આ નવી વ્‍યવસ્‍થાથી કેવડિયાની સ્‍થાનિક પ્રજા અને આદિવાસી સંસ્‍કૃતિ વિશ્વસ્‍તરે ઉજાગર થઇ છે. આ ટ્રેનોના માધ્‍યમથી અહીંની આદિવાસી સંસ્‍કૃતિ અને સમાજ દેશ-વિદેશમાં સીધી જ જોડાઇ જશે. કેવડિયાને વિશ્વની શ્રેષ્ઠ સ્થાપત્યકલાનું કેન્દ્ર અને આકર્ષણનું બનાવાશે.

રેલવે તંત્રએ સરાહનીય કામગીરી કરી છે

અત્‍યંત ટૂંકાગાળામાં વડાપ્રધાન મોદી સેવેલાં અકલ્‍પનીય કલ્‍પનાનું વાસ્‍તવીકરણ થતાં આપણે સૌ જોડાઇ રહ્યા છીએ. આ ટ્રેન મારફતે કેવડિયા અને સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટીને દેશ-દુનિયા સાથે જોડવાની સૌગાત આપવા બદલ રેલવે મંત્રાલયનો આભાર પ્રકટ કરતા વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, ડભોઇ-ચાંદોદ-કેવડિયાનું બ્રોડગેજમાં રૂપાંતરણ અને પ્રતાપનગર રેલવે સ્‍ટેશનના ટૂંકાગાળામાં વિદ્યુતિકીકરણ કરીને રેલવે તંત્રએ સરાહનીય કામગીરી કરી છે.

વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટીને રેલ પરિવહન સાથે આજે જોડવાનો આ ઐતિહાસિક અવસર બની રહેશે.

- કેન્‍દ્રીય રેલ પ્રધાન પિયુષ ગોયલ

કેન્‍દ્રીય રેલ પ્રધાન પિયુષ ગોયલે સ્‍વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટીને રેલ પરિવહન સાથે આજે જોડવાનો આ ઐતિહાસિક અવસર બની રહેશે. તેમને જણાવ્યું હતું કે, સરદાર સાહેબે જેમ દેશને એક કરવાનું કામ કર્યું હતું, એ જ રીતે દેશના અન્‍ય રાજ્‍યોને કેવડિયા સાથે રેલ પરિવહન સુવિધાથી જોડીને કેવડિયાના સર્વાંગી વિકાસનું સપનું વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનું આજે સાકાર થયું છે, એ સૌ દેશવાસીઓ માટે ગૌરવની વાત છે.

વિશ્વમાં એક આઇકોનિક ઓળખ આપીને વડાપ્રધાને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે

- કેન્‍દ્રીય રેલ પ્રધાન પિયુષ ગોયલ

પિયુષ ગોયલે ઉમેર્યું કે, વડાપ્રધાન મોદીએ સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને વિશ્વમાં એક આઇકોનિક ઓળખ આપીને વડાપ્રધાને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, કેવડિયાને રેલ પરિવહન સુવિધાથી જોડવાનો આ પ્રોજેક્‍ટ વર્ષ 2018માં મંજૂર કર્યો અને માત્ર 20 મહિનાના ટૂંકા ગાળામાં રેલવે વિભાગે રેકર્ડબ્રેક કામગીરી કરીને પૂર્ણ કર્યો છે, તે વડાપ્રધાનની દૂરદર્શિતા અને વિકાસની તેજ ગતિનું ઉત્તમ ઉદાહરણ છે.

આ નવીન રેલવે સુવિધાઓને પરિણામે કેવડિયા આસપાસના વિસ્‍તારોનો સર્વાંગી વિકાસ સાથે નવી નવી રોજગારીનું સર્જન થશે

- કેન્‍દ્રીય રેલ પ્રધાન પિયુષ ગોયલ

કેન્‍દ્રીય પ્રધાન પિયુષ ગોયલે રવિવારે શરૂ થનારી ટ્રેન અને નવા વિવિધ પ્રકલ્પોની વિગતો આપતા જણાવ્યું કે, અમદાવાદ જનશતાબ્‍દિ એકસપ્રેસમાં વિસ્‍ટાડોમ આધુનિક કોચની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. જે આ વિસ્‍તારનો કુદરતી નજારો માણવાનો અને મા નર્મદા મૈયાના દર્શનનો સુવર્ણ અવસર પૂરો પાડશે. આ નવીન રેલવે સુવિધાઓને પરિણામે કેવડિયા આસપાસના વિસ્‍તારોનો સર્વાંગી વિકાસ સાથે નવી નવી રોજગારીનું સર્જન થશે અને આદિવાસી વિસ્‍તારમાં લોકોનું આર્થિક જીવન ચોક્કસ ઊંચું આવશે એવો મને દૃઢ વિશ્વાસ છે.

કોણ કોણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા

આ પ્રસંગે કેન્‍દ્રીય આરોગ્‍ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, વિદેશ પ્રધાન એસ. જયશંકર, દિલ્‍હીના મુખ્‍યપ્રધાન અરવિંદ કેજરીવાલ, ઉત્તરપ્રદેશના મુખ્‍યપ્રધાન યોગી આદિત્‍યનાથ, મધ્‍યપ્રદેશના મુખ્‍યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, મહારાષ્‍ટ્રના મુખ્‍યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ કાર્યક્રમમાં કોણે કોણે આપી હાજરી?

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, મુખ્‍યપ્રધાનના મુખ્‍ય અગ્ર સચિવ કે. કૈલાસનાથ, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. ડૉ. રાજીવ ગુપ્‍તા, વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ, નર્મદા કલેક્‍ટર ડી. એ. શાહ, રેલવેના અધિકારીઓ તથા કેવડિયાના સ્થાનિક રહિશો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Jan 17, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.