આ અંગે કેન્દ્રીય ઉર્જાપ્રધાન આર કે સિંહે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ઊર્જાના બચાવ અને ઓછી ઊર્જામાં વધુ કામ કરવા સહિતના મહત્વના મુદ્દાઓને ધ્યાન પર રાખીને તૈયાર થયેલાં નવીન પ્રયોગોની માહિતી આપી હતી.
આ ઉપરાંત રીન્યુએબલ એનર્જી, સોલાર રુફ ટૉપ, અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી જેવા પ્રોજેક્ટ અંગે પણ માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે કહ્યું કે પહેલા ખેડુતોને ઉર્જા બહારથી લેવી પડતી હતી. પરંતુ, હવે ખેડુતો જાતે જ ઉર્જા ઉત્પન્ન કરી શકશે અને અન્ય આવક પણ મેળવી શકશે.