- 1,200 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રીવર બેડ પાવર હાઉસ
- વીજ ઉત્પાદનને બંધ કરી દેવાની ફરજ પડી
- ડેમની જળ સપાટી 113.18 અને પાણીની આવક માત્ર 660 ક્યુસેક જ થઇ
નર્મદા: જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે, ત્યારે આ મહિનાની અંદર સામાન્ય રીતે ચોમાસુ જામી જતું હોય છે અને પાણીની આવક થતી હોય છે, પરંતુ આ વખતે ચોમાસુ લંબાઇ રહ્યું છે અને વરસાદ પડતો નથી. બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમના 1,200 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રીવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ ચલાવવામાં આવતા હતા. જેના વીજ ઉત્પાદનને બંધ કરી દેવાની ફરજ પડી છે.
નર્મદા ડેમની જળ સપાટી એક મહિનામાં 10 મીટર કરતાં પણ નીચે ઉતરી ગઈ
નર્મદા ડેમ (Narmada Dam) ની જળ સપાટી એક મહિનામાં 10 મીટર કરતાં પણ નીચે ઉતરી ગઈ છે. ડેમની જળ સપાટી 113.18 અને પાણીની આવક માત્ર 660 ક્યુસેક જ થઇ જતા 1,200 મેગાવોટ વીજ ક્ષમતા ધરાવતા રીવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ બંધ કરી દેવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન પડતા પાણીની આવક સતત ઘટી રહી છે. જેનું મુખ્ય કારણ એ છે કે ડેમના કેચમેન્ટના વિસ્તારની અંદર વરસાદ પડતો નથી.
આ પણ વાંચો: નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન
આ પણ વાંચો: સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરાશે
આ પણ વાંચો: નર્મદાના 121 ગામમાં ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પડશે અસર