ETV Bharat / state

નર્મદા નિગમના અધિકારીઓ અને આદિવાસીઓ વચ્ચે બબાલ : મામલો પોલીસ મથકમાં - Kevadiya Police Station

નર્મદા નિગમના અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity ) વિસ્તારમાં જમીનનો સર્વે કરી રહ્યા હતા. આ દરમિયાન આદીવાસીઓના ટોળાએ ઘટના સ્થળે આવી સર્વે કામગીરી બંધ કરાવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કેવડિયા ગામની મહિલાઓએ SOU, નર્મદા નિગમના અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ માનવ અધિકાર પંચને ફરિયાદ પણ કરી છે.

નર્મદા નિગમના અધિકારીઓ અને આદિવાસીઓ વચ્ચે બબાલ

author img

By

Published : Jun 8, 2021, 2:38 PM IST

  • નર્મદા નિગમના અધિકારીઓ અને આદિવાસીઓ વચ્ચે બબાલ
  • અગાઉ તાર-ફેન્સિંગ કામગીરી મામલે થતી રહેતી હતી તકરાર
  • અધિકારીઓએ કેવડિયા પોલીસમથકે ફરિયાદ નોંધાવી

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity ) વિસ્તારમાં અગાઉ તાર-ફેન્સિંગ કામગીરી મામલે નર્મદા નિગમ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે બોલાચાલી થતી જ રહેતી હતી. જોકે, વિવાદ વધતા સરકારે તાર-ફેન્સિંગની કામગીરી બંધ રાખી હતી. ત્યારે હવે ફરી પાછો એક વિવાદ સામે આવ્યો છે. નર્મદા નિગમના અધિકારીઓ કેવડિયા વિસ્તારની જમીનનો સર્વે કરી રહ્યા હતા. આ દરમિયાન 15થી 20 જેટલા સ્થાનિક આદિવાસીઓના ટોળાએ કામગીરી બંધ કરાવવાનો પ્રયત્ન કરતા ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નર્મદા નિગમના અધિકારીઓ અને આદિવાસીઓ વચ્ચે બબાલ : મામલો પોલીસ મથકમાં

પોલીસ પ્રોટેક્શન સાથે સર્વેની કામગીરી કરાઈ રહી હતી

નર્મદા નિગમના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ( Statue of Unity ) નજીકના કેવડિયામાં સર્વે નંબર 449 ની જમીનમાં સર્વેની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે કેવડિયા ગામના રેવજી ઉક્કડ તડવી, પ્રવીણ રેવજી તડવી અને અંજનાબેન સુરેશ તડવી સહિત 15થી 20 જેટલા સ્થાનિક આદિવાસીઓના ટોળાએ ત્યાં આવીને અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરીને સર્વે કામગીરી બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અંજનાબેન અને 60 વર્ષની એક વૃદ્ધ મહિલાએ અધિકારીઓ સામે અર્ધનગ્ન થઈ જઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે, કેવડિયા પોલીસ ટીમ સાથે મહિલા પોલીસ હાજર હોવાથી મામલો થાળે પાડ્યો હતો. આ મામલે નર્મદા નિગમના અધિકારી યોગેશ રાજેન્દ્ર ચૌધરીએ ટોળા વિરુદ્ધ કેવડિયા પોલીસ મથક ( Kevadiya Police Station ) માં ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત માનવ અધિકાર પંચ અને મહિલા અયોગને ફરિયાદ

અંજનાબેન તડવીએ સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટીદાર નિકુંજ પરીખ, Statue of Unity ના અધિક કલેક્ટર રૂષિત ભટ્ટ, Statue of Unity ના મામલતદાર પાર્થ જયસ્વાલ, કેવડિયાના DySP વાણી દુધાત, કેવડિયા PI પી.ટી. ચૌધરી, PSI રાઠવા, જમાદાર ઉમેશ પરીખ, નાયબ કાર્યપાલક ઈજનેર યોગેશ ચૌધરી વિરુદ્ધ ગુજરાત રાજ્ય પોલીસ વડા, ગુજરાત માનવ અધિકાર પંચ અને મહિલા અયોગને આ ઘટના મામલે લેખિત ફરિયાદ કરી છે.

પોલીસે બળજબરીપૂર્વક જમીનમાં ઘૂસીને જાતી વિષયક અપશબ્દો બોલ્યા

અંજનાબેન તડવીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવર નિગમ અને નર્મદા પ્રોજેક્ટના નામે જમીન સંપાદિત કરી અમને, અમારા સસરાને કે એમના પિતાને કોઈ પણ આર્થિક સહાય કે વળતર કે પછી ખેતી માટે જમીન આપી નથી. અમારી આ જમીન સરદાર સરોવરથી 8 કિ.મી દૂર છે. આ જમીન ડૂબમાં જતી નથી કે સરદાર સરોવર નિગમને કબજામાં લીધેલ નથી. અમે અત્યાર સુધી આ જમીન પર ખેતી કરતા આવ્યા છે. અમારી જમીનમાં 50-60 પોલીસ કર્મીઓએ ઘૂસી જઈને અમને જાતિ વિષયક અપશબ્દો બોલીને રકઝક કરી હતી. અમારી જમીનમાં ગેરકાયદેસર કબજો જમાવવાની કોશિશ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.