નર્મદાઃ જિલ્લામાં ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સ યોજાઈ જઇ રહી છે. જેમાં સરંક્ષણ પ્રધાન સહિત સેનાની ત્રણે પાંખના વડાઓ હાજર છે. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહીને દેશની ત્રણે સેનાના કમાન્ડરને સંબોધન કરવાના છે. જેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ વચ્ચે કેન્દ્રિય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ 2 દિવસ માટે કેવડિયા રોકાશે જેમનું આજે આગમન થયું છે.
શનિવારે વડાપ્રધાન મોદી કરશે સંબોધન
શનિવારે PM મોદી આર્મી, નેવી અને એરફોર્સના ટોપ કમાન્ડર કોન્ફરન્સમાં ખાસ હાજરી આપવા આવશે. આ કમાન્ડર કોન્ફરન્સ દરમિયાન નેવી, આર્મી અને એરફોર્સ સેનાના ચીફ, CDS જનરલ બિપીન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઉપસ્થિત છે. શનિવારે આ કમાન્ડર કોન્ફરન્સની પૂર્ણાહૂતિના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને તે આ પ્રસંગે સેનાના ત્રણે પાંખના કમાન્ડરને સંબોધન કરશે.
કમાન્ડર કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા પર થશે ચર્ચા
કેવડિયા કોલોનીમાં આ દિવસને લઇને ભારે ચહલ-પહલ જોવા મળી રહી છે. ખાસ કરીને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બન્યા બાદ રાષ્ટ્રીય કક્ષાની કમાન્ડર કોન્ફરન્સ હવે યોજાઈ રહી છે. કમાન્ડર કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવશે. જેમાં ગુરૂવારથી જ કેવડિયા ડેલીગેશનને વડોદરાથી હેલિકોપ્ટર માર્ગે કેવડિયા લાવવામાં આવી રહ્યા છે. આર્મીના પીએમો, રક્ષામંત્રાલય અને ડિફેન્સના અધિકારીઓ દિલ્હીથી સ્પેશિયલ એર ઇન્ડિયા પ્લેનમાં વડોદરા લવાયા જ્યાંથી સીધા હેલિકોપ્ટર માર્ગે કેવડિયા પહોંચાડી કારમાં ટેન્ટ સિટીમાં લઇ જવાયા હતા.
વડાપ્રધાન તેમજ ત્રણે પાંખના વડાઓ હાજર હોવાથી કેવડિયા તેમજ સમગ્ર જિલ્લામાં અભેદ કિલ્લેબંધી
ડિફેન્સની આ કોન્ફરન્સને લઈને હેલીકોપ્ટરોની અવર-જવર સાથે રક્ષા પ્રધાન , PM મોદી તેમજ દેશની સુરક્ષાને સાંભળતા ત્રણેય પાંખના વડાઓ હાજર હોય ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર દ્વારા ગરુડેશ્વર તાલુકો કેવડિયા વિસ્તારનો ડ્રોન ઝોન નક્કી કરી રિમોટ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. દેશના ટોચના કમાન્ડર તેમજ સેનાના અધિકારીઓની ઉપસ્થિતીને કારણે કમાન્ડર કોન્ફરન્સ સ્થળની નજીક ચકલું પણ ન ફરકે તે રીતની અભેદ કિલ્લેબંધી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
જાણો ગુજરાત પહેલા ક્યાં યોજાતી હતી આ કોન્ફરન્સ
વર્ષ 2014 પહેલાથી આ કોન્ફરન્સ દિલ્હીના સાઉથ બ્લૉકમાં થતી હતી, પરંતુ PM મોદીએ જ્યારે 2014માં સૌ પ્રથમ સાઉથ બ્લોકમાં કમાન્ડરોને સંબોધન કર્યું ત્યારે તેમણે સૂચન કર્યું હતું કે, આવી પરિષદો દિલ્હીને બદલે ઓપરેશનલ બેઝમાં યોજવી જોઈએ. આ સંમેલન પછી કોન્ફરન્સ આઈએનએસ વિક્રમાદિત્ય, ઇન્ડિયા મિલિટરી એકેડમી દહેરાદૂન અને જોધપુરના એરબેઝ ખાતે યોજાઈ હતી.
અધિકારીઓ હેલિકોપ્ટરમાં કેવડિયા પહોંચ્યા
કેવડિયા ડેલીગેશનને વડોદરાથી હેલિકોપ્ટર માર્ગે કેવડિયા લાવવામાં આવ્યા હતા. આર્મીના પીએમો, રાક્ષમંત્રલાય અને ડિફેન્સના અધિકારીઓ દિલ્હીથી સ્પેશિયલ એર ઇન્ડિયા પ્લેનમાં વડોદરા લવાયા, જ્યાંથી સીધા હેલિકોપ્ટર માર્ગે કેવડિયા પહોંચાડી કારમાં ટેન્ટ સિટીમાં લઇ જવાયા હતા. હેલિકોપ્ટરના ફેરા મારી અધિકારીઓને કેવડિયા હોંચાડવામાં આવ્યા હતા.
15થી 20 હેલિકોપ્ટર આવવાની સંભાવના
કેવડિયા ખાતે 15થી 20 હેલિકોપ્ટર આવે એવી શક્યતાઓ છે. જેના કારણે તાત્કાલિક રેલવે સ્ટેશનની સામેની જગ્યા છે ત્યાં હેલિપેડ બનાવાયું છે. જ્યાં એક સાથે ત્રણથી ચાર જેટલા હેલિકોપ્ટર ઉતરણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેવડિયા ટેન્ટ સિટી 2 ખાતે યોજાઈ રહેલી આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સને પગલે અગાઉ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડિયાની મુલાકાત લીધી હતી અને અહીંયાથી તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં જવા રવાના થયા હતા. મહત્વનું છે કે PM મોદીની સુરક્ષાના ભાગરૂપે અન્ય વિસ્તારની પણ મુલાકાત લીધી હતી.
શું છે થિએટર કમાન્ડ ?
આ કમાન્ડર કોન્ફરન્સમાં થિએટર કમાન્ડ પર પણ ચર્ચા થઈ શકે છે. જાણો થિએટર કમાન્ડ શું છે અને સેના માટે કેટલું મહત્વ ધરાવે છે આ રચના
- થિએટર કમાન્ડ એક સંગઠનાત્મક રચના છે. જેનો ઉદેશ્ય યુદ્ધમાં સેનાની પ્રભાવશીલતા વધારવા માટે એક જ થિયેટર દ્વારા તમામ સૈન્ય સંપત્તિઓને નિયંત્રિત કરવા માટે રચાયેલું છે.
- સેનાની ભાષામાં આર્મી, નેવી અને એરફોર્સના સંયુક્ત કમાનને એક થિએટર કમાન્ડ કહેવામાં આવે છે
- વર્તમાનમાં એકમાત્ર સંયુક્ત કમાનની રચના અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ માટે કરવામાં આવી છે.
કમાન્ડર કોન્ફરન્સના વધુ સમાચાર વાંચવા માટે જૂઓઃ
- કેવડિયામાં આજથી કમાન્ડર કોન્ફરન્સ, શનિવારે PM મોદી કરશે સંબોધન
- ઓલ ઈન્ડીયા કમાન્ડર કોન્ફરન્સઃ કચ્છના સફેદ રણથી હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાઈ રહી છે તમામ કોન્ફરન્સ
- ઓલ ઇન્ડિયા ડિફેન્સ કોન્ફરન્સ માટે તૈયારીઓ પૂર્ણ, વડાપ્રધાન મોદી 5 માર્ચે આવે તેવી શક્યતા
- કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથસિંહ વડોદરા એરપોર્ટ પહોંચ્યા