- તિલકવાડા તાલુકાના માંગુ ગામના 70 વર્ષીય શના બારીઆની હત્યા
- પાવડાના ઘા મારી કરી 4 શખ્સો દ્વારા કરવામાં આવી હત્યા
- તિલકવાડા પોલીસ સાથે LCB નર્મદા પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
નર્મદાઃ તિલકવાડા તાલુકાના માંગુ ગામના 70 વર્ષીય શના બારીઆનો રાત્રીના સમયે મૃતદેહ મળી આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ, ડાબા ખભાના નીચેના ભાગે ઈજાઓ વાળો રસ્તા પર પડેલો તેમજ તેની સાથે એક્ટિવા ગાડી પણ પડેલી હાલતમાં તિલકવાડા પોલીસને માળી આવ્યો હતો.
હત્યા કરનારા 4 શખ્સોને શોધી પૂછપરછ કરી
તિલકવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જોયું તો હત્યા થઇ હોય એમ લાગ્યું હોવાથી અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તિલકવાડા પોલીસ સાથે LCB નર્મદા પોલીસે તપાસનો દોર આગળ વધારતા ટેકનિકલ સર્વેલન્સની મદદથી હત્યા કરનારા 4 શખ્સોને શોધી પૂછપરછ કરતા હત્યારાઓએ હત્યા કરી હોવાનું કબુલી લીધું.
પાવડાના ઘા મારી કરી હત્યા
હત્યારાઓએ કરેલી કબુલાતમાં હત્યાનું કારણ સામે આવતા જાણવા મળ્યુ છે કે, મૃતક શના બારીયાએ અલ્તાફ ઘોરીના કોઈ મિત્રને ઉછીના રૂપિયા અપાવ્યા હતા, જે વર્ષથી આપી ના શકતા હોવાથી શના સાથે રૂપિયા મંગાવા બાબતે ઝગડો થયો હતો. જેથી તેની રીસ રાખીને પાવડાના ઘા મારી શના બારિયાની કરપીણ હત્યા કરી છે.
હત્યાને અકસ્માતમાં ખપાવવાની કોશિશ
હવે હત્યાના ગુનો કરી સજાના ડરથી આ ચારેય હત્યારાઓએ મળી મૃતકને પહાડ ગામ પાસે મુખ્ય માર્ગ પર ફેંકી તેની એક્ટિવા પણ રોડ પર ફેંકી દીધી હી. જેથી આ હત્યા નહિ પણ અકસ્માત થયો હોય તેવું ખપાવવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.