આઇ. કે. પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે MCMC સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજકીય પાર્ટીઓ અને તેમના સમર્થકો દ્વારા થતા ખર્ચનું યોગ્ય સ્તરે મોનિટરિંગ થઇ શકે તે માટે પ્રચાર-પ્રસારની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવામાં આવશે.
આઇ.કે. પટેલે MediaCentreની મુલાકાત લઇ સેન્ટરની કામગીરીનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ. હળપતિ તેમજ નાયબ માહિતી નિયામક અને મીડિયા નોડલ અધિકારી યાકુબ ગાદીવાલા પણ જોડાયાં હતાં.