ETV Bharat / state

મનસુખ વસાવાએ નીતિન પટેલને પત્ર લખીને ડૉક્ટરો અને નર્સને પરત કરવા રજૂઆત કરી - BjP MP Mansukh vasava

નર્મદા જિલ્લામાં કોરોનાનો કહેર વધતો જાય છે. નર્મદાના ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખીને ડૉક્ટરો અને નર્સને પરત કરવા રજૂઆત કરી છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવા
ભાજપના સાંસદ મનસુખ વસાવા
author img

By

Published : Apr 15, 2021, 10:07 AM IST

Updated : Apr 15, 2021, 1:15 PM IST

  • 7થી 15 એપ્રિલ સુધી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 15થી વધુ દર્દીઓના મૃત્યુ
  • વડોદરા SSGમાં મોકલાયેલા નર્મદાના તબીબી સ્ટાફને પરત મોકલવાની માંગ
  • મનસુખ વસાવાએ નીતિન પટેલને પત્ર લખી માંગ કરી

નર્મદા : જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. 7 એપ્રિલથી 15 એપ્રિલ સુધી રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 15થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં તબીબોની અછત વર્તાઈ રહી છે. તો બીજી બાજુ વડોદરા SSG ખાતે મોકલાયેલા નર્મદા જિલ્લાના તબીબો અને નર્સ સ્ટાફને પરત મોકલવા ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને પત્ર લખ્યો છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવા

ડૉક્ટરોની અછતને લીધે કોરોના દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યાં

મનસુખ વસાવાએ નીતિન પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, નર્મદામાં કોરોના કેસો વધી રહ્યા છે. એમ પણ ડૉક્ટરોની અછતને લીધે કોરોના દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યાં છે. જેથી વડોદરા SSG ખાતે મોકલાયેલા નર્મદાના 5 ડૉક્ટરો અને 45 નર્સને નર્મદા જિલ્લામાં પરત મોકલવામાં આવે. નર્મદા જિલ્લામાં ફિઝિશિયન ડોક્ટર ન હોવાથી કોરોના દર્દીઓને વેન્ટિલેટર અને રેમડેસીવીર ઈન્જેક્શનની સારવાર આપી શકાતી નથી.

આ પણ વાંચો : મનસુખ વસાવાએ છોટુ વસાવાની રંગ બદલતા કાંચીડા સાથે સરખામણી કરી

નર્મદા અને ભરૂચમાંથી લઈ જવાયેલા વેન્ટિલેટર પરત કરવાની માગ

નર્મદા જિલ્લામાં તાત્કાલિક એક ફિઝિશિયન ડોક્ટરની નિમણૂક કરવામાં આવે અને વડોદરા કોવિડ હોસ્પિટલમાં નર્મદા અને ભરૂચમાંથી લઈ જવાયેલા વેન્ટિલેટર પરત મોકલવામાં આવે એવી માંગ છે. જોકે, આ અંગે વડોદરામાં થયેલી એક મિટિંગમાં એક ઉચ્ચ અધિકારી સાથેની વાતમાં આરોગ્યના ભરૂચ અને નર્મદાના અધિકારીઓએ એવી રાજૂઆત કરી કે, અમારા જિલ્લામાંથી જે વેન્ટીલેટર નર્સ અને ડૉક્ટરો અમે જે મદદ માટે મોકલેલા હતા. જેઓની હવે અમારા જિલ્લામાં જરૂર છે.

આ પણ વાંચો : નર્મદામાં BJPના સ્થાપના દિવસની ઉજવણી, સાંસદ મનસુખ વસાવાએ પક્ષના નેતાઓ પર કર્યા આક્ષેપ

અધિકારી પોતાની જવાબદારી ભૂલે નહિ

આ રજૂઆતમાં સામે એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, અમે પાછા આપવા તૈયાર છીએ પણ તમારા જિલ્લાના જે કોરોના પોઝિટિવ દર્દી છે. એમને પણ લઈ જવા પર સાંસદે આ અધિકારી પર લાલ આંખ કરતા જણાવ્યું હતું કે, અધિકારી પોતાની જવાબદારી ભૂલે નહિ અને યોગ્ય રીતે વાત કરવાનું કહ્યું.

Last Updated : Apr 15, 2021, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.