- નર્મદામાં સાયબર ક્રાઇમ ઘટાડવા લોકજાગૃતિની પહેલ
- એસ.પી. હિમકર સિંહે રાજ્યમાં પહેલો પ્રોજેક્ટ નર્મદા શરૂ કર્યો
- ગુજરાત રાજ્યમાં પ્રથમવાર નર્મદા પોલીસ ડોર ટૂ ડોર માહિતી આપશે
નર્મદાઃ ડિજિટલ ઇન્ડિયા અને નેટ બેન્કિંગના આ યુગમાં સાયબર ક્રાઇમ ખુબ થઇ રહ્યા છે, ત્યારે પ્રોજેક્ટ સાયબર યોદ્ધા નામનો એક પ્રોજેક્ટ નર્મદા પોલીસ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહના નેતૃત્વમાં શરૂ કર્યો છે. નર્મદા પોલીસે આજથી એક નવી પહેલ કરી છે. ગુજરાત રાજ્યમાં પ્રથમવાર કોઈ જિલ્લો કરી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં 1 લાખ પેમ્લેટ છપાવી સાઇબર ક્રાઇમ અંગે માહિતી આપી જેનાથી કેવી રીતે લોકો સ્થાનિકોને છેતરે છે તે જાણ થશે.
પ્રોજેક્ટમાં 1 લાખ પેમ્લેટ છપાવી સાઇબર ક્રાઇમ અંગે માહિતી આપી
જે તમામ બાબતોનો ઉલ્લખ કરી એક લોકજાગૃતિ લાવવા નર્મદા પોલીસે પ્રયાસ કર્યો છે. આદિવાસી વિસ્તાર હોય નેટવર્કની ઘણી સમસ્યા હોય અને ઓનલાઇન ઠગાઈની કે મોબાઈલ ટાવર નાખવાની, રીકરીંગ ખાતા ખોલવાની આવી અનેક ફરિયાદો થાય છે. સાયબર ક્રાઇમ અટકાવવા ઓનલાઇન કોઈ છેતરાઈ નહીં એ બાબતે લોકોમાં જાગૃતિ આવે એવા હેતુથી પોલીસ દ્વારા હેન્ડબિલ છપાવી ગામે-ગામ, ઘરે-ઘરે પોલીસ આ પેમ્પલેટ આપશે અને જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.
જિલ્લામાં ઓનલાઇન ખરીદી, છેતપિંડી સહિતના કેટલાક ગુનાઓ નોંધાયા છે
આ બાબતે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો એક આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જેમાં ઓનલાઇન ખરીદી, છેતપિંડી સહિતના કેટલાક ગુનાઓ નોંધાયા છે. વિદેશ લઇ જવાથી લઈને છેતરપિંડીના ગુનાઓ નોંધાયા છે. સારા શિક્ષિત વર્ગ ઓનલાઇન છેતરાયાની ફરિયાદો થઇ છે. કેટલાક શર્મના માર્યા ફરિયાદ કરાવતા નથી, જેથી અમે આરોપીઓ સુધી પહોંચી શકતા નથી. એટલે આ એક જાગૃતિ માટે પેમ્લેટ 1 લાખ જેટલા સુરક્ષા સેતુ દ્વારા છપાવવામાં આવ્યા છે. કોઈપણ અજાણ્યા વ્યક્તિને પોતાની ખાનગી બેન્કિંગ માહિતી ના આપશો, કોઈ વ્યક્તિ સસ્તું કે સરળતાથી ના આપે એટલે કોઈની વાતમાં આવી જશો નહીં અને સાવચેત રહો તેમ જણાવ્યું હતું.