નર્મદા: યુવરાજ માનવેન્દ્ર સિંહ (India first gay prince Manvendra Singh got married) અને ડીએન્ડ્ર્યુ રિચર્ડસન ઘણા વર્ષોથી સાથે રહે છે અને ઘણીવાર સાથે જોવા મળે છે. અને લગ્નની વાત ઘણી વખત થઈ છે. પરંતુ જાહેરમાં લગ્ન કરવાની વાત નથી કરતા. પરંતુ હાલમાં એન્ડ્રુ રિચર્ડસન સોશિયલ મીડિયા પર લગ્ન વિશે વાત કરી રહ્યા છે. આ ફોટોગ્રાફ અને લગ્ન નોંધણી પ્રમાણપત્ર તેમના લગ્નનો પુરાવો બની ગયો છે.
આ પણ વાંચો: રાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ
માનવેન્દ્રસિંહ ગોહિલે ડી એન્ડ્રુ રિચાર્ડસન સાથે લગ્ન કર્યા : યુવરાજ માનવેન્દ્રસિંહ અને એ ડી એન્ડ્રુ રિચાર્ડસન ઘણા વર્ષોથી એક સાથે રહેતા હતા અને મોટાભાગે બંને સાથે જ જોવા મળતા હોય છે. અને લગ્નની વાત અનેક વાર કરી છે. પણ જાહેરમાં લગ્ન કર્યા હોવાની વાત કરી નથી, પંરતુ હાલ જે એન્ડ્રુ રિચાર્ડસનએ સોશિયલ મીડિયામાં મેરેજ રિન્યુઅલ કર્યા હોવાની વાત સેર કરી છે. ત્યારે આ ફોટો ગ્રાફ અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ જોતા તેમના લગ્નના પુરાવા બની ગયા છે. ત્યારે એ વાત આજે સત્ય બની છે કે, યુવરાજ માનવેન્દ્રસિંહેએ ડી એન્ડ્રુ રિચાર્ડસન સાથે લગ્ન કરી લીધા છે.
કોણ છે ગે પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલ? : રાજપીપળાના 'ગે' પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલ કદાચ દેશના પહેલા આવા રાજકુમાર છે, જેમણે પોતે 'ગે' હોવાનું સ્વીકાર્યું હતું. હાલ, માત્ર ગુજરાતમાં જ નહીં, હવે માનવેન્દ્રને દેશ-વિદેશમાં પણ 'ગે' પ્રિન્સ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ સમલૈંગિકોના ફાયદા માટે કોઈને કોઈ કામ કરતા રહે છે. તેમણે રાજપીપળામાં સમલૈંગિકો માટે વૃદ્ધાશ્રમ પણ સ્થાપ્યું છે. આ આશ્રમનું નામ અમેરિકન લેખિકા 'જેનેટ'ના નામ પરથી રાખવામાં આવ્યું છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયામાં આ પહેલો 'ગે' આશ્રમ છે.
વિશ્વનો પ્રથમ ગે આશ્રમ : આશ્રમના આ નામ પર માનવેન્દ્ર સિંહનું કહેવું છે કે, જેનેટે આ આશ્રમ માટે સૌથી વધુ રકમ દાનમાં આપી હતી. આ સાથે તેણે એમ પણ કહ્યું કે, જેનેટ 'ગે' નથી, તેમ છતાં તેણે આ આશ્રમ માટે સૌથી વધુ યોગદાન આપ્યું છે. આથી આશ્રમનું નામ તેમના નામ પર રાખવું વધુ મહત્ત્વનું બની ગયું છે. માનવેન્દ્રના કહેવા પ્રમાણે, 'ગે' આશ્રમ બનાવવાનો વિચાર તેમને 2009માં જ આવ્યો હતો અને ત્યારથી તે તેના માટે પ્રયત્નશીલ હતા. આશ્રમનું ઉદ્ઘાટન જેનેટની બહેન કાર્લાફાઈને કર્યું હતું. તે અમેરિકાથી ખાસ તેના પતિ સાથે અહીં આવી હતી.
આ પણ વાંચો: ગણપતિ બાપ્પા મોરિયા : ગણેશ ઉત્સવને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય