ETV Bharat / state

નર્મદા જિલ્લામાં શિવરાત્રીએ શિવ નહિ પરંતુ થાય છે પાંડોરી માતાની પૂજા

શિવરાત્રીએ શિવની પૂજા થતી (Mahashivratri 2022)હોય છે.પરંતુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં( Devmogra in Sagbara taluka)આવેલ દેવમોગરામાં શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે. અહીં પાંડોરી માતાના 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત (Five day folk fair)સહિત ચાર રાજ્યો માંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુંઓ આવે છે અને બાધા આખળી પુરી કરે છે.

નર્મદા જિલ્લામાં શિવરાત્રીએ શિવ નહિ પરંતુ થાય છે પાંડોરી માતાની પૂજા
નર્મદા જિલ્લામાં શિવરાત્રીએ શિવ નહિ પરંતુ થાય છે પાંડોરી માતાની પૂજા
author img

By

Published : Feb 28, 2022, 10:52 PM IST

નર્મદાઃ શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો(Mahashivratri 2022)દિવસ પણ અહી નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રીથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો પાંચ દિવસનો મેળો (Five day folk fair)ભરાય છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસીઓ આવે છે. કુળદેવી પાંડોરી માતાને નમન કરે છે બાઘા આખળીપુરી કરે છે. ઈ.સ.પુર્વે સન 1085માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્વારા આ મંદિર બનાવી પૂજન કર્યા બાદ આજ સુધી રાજવી પરીવાર દ્વારા અહીં શિવરાત્રીએ પૂજન કરાય છે. પરંતુ સન 1983થી વ્યવ્સ્થાના ભાગ રૂપે એક ટ્રસ્ટ બનાવાયું છે.

પાંડોરી માતાની પૂજા

આ પણ વાંચોઃ Mahashivratri Melo 2022 : મહાદેવે તેમના દેહ પર ધારણ કરેલા 8 પ્રતીકોનું મહત્વ, જાણો

આદિવાસીઓ દર વર્ષે અહીં આવી માનતા પુરી કરે

ભારતમાં આઠ ટકા વસ્તી આદિવાસીની છે. તેમાં ગુજરાતમા વસતા 15 ટકા તથા ભારતભરના આદિવાસીની કુળદેવીમાં પાંડોરી હોવાથી પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આદિવાસીઓની સંખ્યા અગણીત હોય છે. સ્વયં શીસ્તમા માન નારાઆ લોકો 12 થી 48 કલાક લાઈનમાં ઉભા રહીને પણ માતાના દર્શન કરે છે. નૈવેઘમાં આલોકો નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમા નવું ઉગેલુ અનાજ, બકરો, મરઘીઅને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઈને પરંપરાગત પૂજન કરે છે. પ્રસાદ રૂપે મળેલ ચીજને બારેમાસ અનાજના કોઠારમાં સાચવી રાખે છે. અડગ શ્રધ્ધા ધરાવતા આદિવાસીઓ માને છે કે ચોમાસા પછી તરત આવતા આ મેળામા ધન ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચઢાવવાથી બારેમાસ સુખ સમૃધ્ધી મળે છે અને તેને કારણેજ દુરદુરથી આદિવાસીઓ દર વર્ષે અહીં આવી માનતા પુરી કરે છે.
આ પણ વાંચોઃ Mahashivratri Melo in Junagadh : મહાશિવરાત્રીના મહાપર્વમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, હૈયાથી હૈયું મળતા દ્રશ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.