નર્મદા: જિલ્લાના ધનપોર, ધમણાચા, રૂંઢ, હજરપુરા, ભુછાડ, શહેરાવ, તારસાલ સહિતના 24 જેટલા ગામોની સિમોમાં પાણી ભરાતા જળબંબાકારની પરિસ્થિતિઓ ઉભી થઇ હતી. જિલ્લામાં આ નર્મદાના પાણીથી આશરે 4000 હેકટર જમીનોમાં કેળા, શેરડી, કપાસ, પપૈયા, શાકભાજી સહિતના પાકો નષ્ટ થઈ ગયા છે. પાંચ દિવસની ભારે તબાહી બાદ મચાવ્યા બાદ નર્મદા બંધમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા નદીના પાણી ઓસર્યા છે. પરંતુ ખેતીનો નવો જૂનો બધો પાક નષ્ટ થઈ ગયો છે અને ખેડૂતોને વ્યાપક નુકસાન પહોચ્યું છે.
પરંતુ હાલ પરિસ્થિતિઓ એવી ઉભી થઇ છે કે ખેડૂતો પાસે પાણીમાં બગડી ગયેલા પાકને સફાઈ કરવા માટે પણ રૂપિયા નથી. આ પાણીને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરે અને જાતે નક્કી કરે કે એક ખડુતને કેટલું નુકસાન થયું છે.અને સરકાર ખેડૂતોને સારો રાહત પેકેજ આપી ટીસ્યુની પુરી કિંમત આપે, ડ્રિપલાઇન તણાઈ ગઈ છે જેની પાઇપો આપે અને લોન માફ કરે તેવી માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે જગતના આ તાતને સરકાર કેવી સહાય આપે છે