ETV Bharat / state

ગુજરાતના પ્રધાનો કેન્દ્રમાં બનતા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થશે: સી.આર પાટીલ - ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિ

ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિ(Dr. Shyama Prasad Mukherjee) નિમિત્તે નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ (BJP president CR Patil)ની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા 11,000 વૃક્ષોના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને નર્મદા જિલ્લાના લાછરસ ગામે વૃક્ષારોપણની શરૂઆત કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનટ વિસ્તરણ (Modi Cabinet Expansion)માં ગુજરાતીઓનો સમાવેશ થતાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થશે તેમ પણ જણાવ્યું હતું.

સી.આર પાટીલ
સી.આર પાટીલ
author img

By

Published : Jul 8, 2021, 11:23 AM IST

  • ગુજરાતના પ્રધાનો કેન્દ્રમાં બનતા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થશે
  • દિલ્હીના મુખ્યપ્રધાને જેટલા વચનો આપ્યા છે એ પુરા કર્યા નથી: સી.આર પાટીલ
  • ગુજરાતમાં મુખ્યપ્રધાન કોઈપણ સમાજના હોય બધાને સાથે લઈને ચાલે તેવા હોવા જોઈએ

નર્મદા: ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ (CR Patil)ની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા 11,000 વૃક્ષોના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નર્મદા જિલ્લાના લાછરસ ગામે વૃક્ષારોપણની શરૂઆત કરી હતી. તેમજ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના પ્રધાનો કેન્દ્રમાં બનતા આવનારી વિધાનસભાની ચૂંટણી (Assembly elections)માં ફાયદો થશે તેમ પણ કહ્યું હતું.

આ પણ વાંચો: શું મોદી કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતના સાંસદોને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને લેવાયા છે ?

ત્યારે આ પ્રસંગ સી.આર.પાટીલે (CR Patil) જણાવ્યું હતું કે, ' ફ્કત ભારત માતા કી જય બોલવાથી કશું જ નહીં થાય, ભારત માતા તો આપણા દિલમાં જ છે પરંતુ ભારત દેશ માટે આપણે સૌએ મળી કંઈક કરવું પડશે. જે વધુ ઓક્સિજન પેદા કરે એવા વૃક્ષોની ઓળખ કરી એ વૃક્ષો વાવવા જોઈએ' ગુજરાતના મુખ્યપ્રધાન આદિવાસી હોવો જોઈએ તેવી છોટુ વસાવાની માગ મુદ્દે જણાવ્યું હતું કે, 'હું છોટુભાઈની માગને એટલી ગંભીરતાથી લેતો નથી'

દિલ્હીના મુખ્યપ્રધાને જેટલા વચનો આપ્યા છે એ પુરા કર્યા નથી: સી.આર પાટીલ

તો બીજી તરફ ગુજરાતમાં 'આપ' કેટલું સફળ રહેશે એ મુદ્દે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, 'દિલ્હીના મુખ્યપ્રધાને જેટલા વચનો આપ્યા છે એ પુરા કર્યા નથી, દિલ્હીની 33 ટકા સ્કૂલોના રિઝલ્ટ ફેઈલ છે, ગુજરાતમાં 40 લાખ જ્યારે દિલ્હીમાં 19 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. દિલ્હીની સામે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન કોઈપણ સમાજના હોય પણ દરેક સમાજને સાથે લઈને ચાલે તેવા મુખ્યપ્રધાન ગુજરાતમાં હોવા જોઈએ'

ગુજરાતના પ્રધાનો કેન્દ્રમાં બનતા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થશે: સી.આર પાટીલ

કેન્દ્ર લેવલે ગુજરાતનું મહત્વ વધ્યું

હાલના સમયમાં મોદી કેબિનેટ વિસ્તરણ (Modi Cabinet Expansion) માં ગુજરાતનો દબદબો રહ્યો છે અને કેન્દ્ર લેવલે ગુજરાતનું મહત્વ વધ્યું છે. દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મોદી કેબિનટમાં ગુજરાતના સાસંદોને સ્થાન અપાયું છે. 2022 ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat elections 2022) આવી રહી છે, તે અગાઉ રાજકીય સમીકરણ સેટ થયા છે.

લોકસભાની 26 બેઠકોમાંથી 4 સાંસદો અને રાજ્યસભાના 3 સાંસદો મળીને કુલ 7 સાંસદોને સ્થાન મળ્યું

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ વિસ્તરણ (Cabinet Expansion) ની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના વધુ 3 સાંસદોને સ્થાન મળ્યું છે. પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા રાજ્યકક્ષાના પ્રધાન તો હતા જ, તેમને પ્રમોશન મળ્યું છે અને કેબિનેટમાં સમાવાયા છે. આમ, લોકસભાની 26 બેઠકોમાંથી 4 સાંસદો અને રાજ્યસભાના 3 સાંસદો મળીને કુલ 7 સાંસદોને મોદી કેબિનેટ (Modi Cabinet) માં સ્થાન મળ્યું છે. આમ, ગુજરાતના પ્રતિનિધિત્વની સાથે મહત્વ પણ વધ્યું છે.

આ પણ વાંચો: Cabinet Portfolios: અનુરાગ ઠાકુરને સૂચના પ્રસારણ, ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષા મંત્રાલય

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને સ્થાન

ખેડાના દેવુસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગરના ડૉ. મહેન્દ્ર મુંજપુરા અને સુરતના દર્શના જરદોશને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આમ જોવા જઈએ તો ગુજરાતના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને મહત્વ અપાયું અને ત્યાંના પ્રતિનિધિઓને સ્થાન મળ્યું છે. દેવુસિંહ ચૌહાણ ઓબીસી છે, જ્યારે દર્શના જરદોશ છે તે મહિલા તરીકે કેબિનેટમાં સ્થાન પામ્યા છે. ડૉ. મહેન્દ્ર મુંજપુરા કોળી સમાજમાંથી આવે છે.

સુરતમાં આમ આદમી પાર્ટીની પાંખો કાપવા દર્શના બહેનનું નામ

સુરતના સાંસદ દર્શના જરદોશ (MP Darshana Jardosh)ને લોટરી લાગી ગઈ છે. ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી (AAP) એ સુરતથી એન્ટ્રી કરી છે અને સુરતના પાટીદાર ભાજપથી નારાજ થયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ બન્યા પછી પાટીદારોમાં વિરોધનો સુર જોવા મળી રહ્યો છે. સુરત નગરપાલિકા (Surat Municipality)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જોરદાર એન્ટ્રી કરી છે અને વિધાનસભાની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. પાટીદાર સહિતના અનેક મોટા માથા અને કાર્યકરો ‘આપ’માં જોડાઈ રહ્યા છે. કેન્દ્રમાં સુરતને મહત્વ આપીને AAPની પાંખો કાપવા દર્શના જરદોશને સ્થાન આપવામાં આવ્યું હોય તેની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.