ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે, 40થી વધુ નવા પ્રોજેક્ટો વિશે માહિતી આપી
મળતી માહિતી મુજબ, આ પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરવા રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે આવ્યા હતા. જેમાં વિવિધ સ્થળોની મુલાકાત અને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.
ગણપત વસાવા કેવડીયાની મુલાકાતે, 40થી વધુ નવા પ્રોજેક્ટો વિશે માહિતી આપી સફારી પાર્ક બાબતે, વન પ્રધાને જણાવ્યું હતું કે, ભારત માંથી વિવિધ રાજ્યો માંથી ખાસ પ્રાણીઓ લાવવામાં આવશે. જૂનાગઢના સક્કર બગમાંથી વાઘ, સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લાવવામાં આવશે. ભારત જ નહીં વિદેશોમાંથી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવવામાં આવ્યા છે. આમ 1800થી વધુ પશુ-પક્ષીઓ અને જળચર, સરીસૃપો લાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી.
સ્ટેચ્યુની આજુબાજુમાં કેવા પ્રોજેક્ટો ખુલ્લા મુકાશેસફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિતના પ્રોજેક્ટો બનશે.
કયા-કયા પ્રાણીઓ લાવશેસિંહ, વાઘ, ચિત્તો ,દીપડો, ઉરાન ઉતાનગ, રિંછ, શાહમૃગ, ઓટરિચ, વિવિધ પક્ષીઓ વિદેશી કંગરુ, રિછ, ચિમ્પઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઈપર ,ક્રેર અજગર જેવા ઝેરી બિન ઝેરી સાપો પણ અહિયાં સફારી પાર્કમાં લાવવામાં આવશે.