ETV Bharat / state

ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના આચકા અનુભવાયા

author img

By

Published : Jul 18, 2019, 9:11 AM IST

Updated : Jul 18, 2019, 1:52 PM IST

નર્મદા/વાપીઃ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભૂકંપના આચકા બાદ નર્મદા ડેમના સરદાર સરોવર તેમજ ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર આવેલા પાલઘર જિલ્લામાં ધરતીકંપના હળવા કંપન અનુભવાયા હતાં.

NARMDA

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભૂકંપના આચકા બાદ ગુજરાતના નર્મદા ડેમના સરદાર સરોવર ખાતે 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું એપી સેન્ટર નર્મદા બંધથી 13.6 કિ.મી. અને મધ્યપ્રદેશથી 53 કિ.મી નોર્થ ઇસ્ટ તરફ નોંધાયું છે. આ આંચકો 3ની તીવ્રતાનો હોવાથી આંચકાની અનુભૂતિ કેવડીયા વિસ્તારમાં થઈ ન હતી. જો કે, સરદાર સરોવર નર્મદા ડેમ 8.5 તીવ્રતાનો ભૂકંપને વેઠવાની ક્ષમતા ધરાવે છે. તો હાલ બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 15 તીવ્રતાનો ભૂકંપ આવે તો પણ તેની અસર નહીં થવાનો તંત્રનો દાવો છે. તંત્રના કહેવા પ્રમાણે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર ભૂકંપની કોઈ અસર પહોચી નથી.

ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના આચકા અનુભવાયા
ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભૂકંપના આચકા અનુભવાયા

બીજી તરફ ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર આવેલ પાલઘર જિલ્લામાં પણ ગુરુવારે વહેલી સવારે 08:20 અને 08:30 વાગ્યે 2.3 અને 1.9ના આંચકા નોંધાયા હતાં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 દિવસમાં 2.4 થી 1.9ના કુલ 6 આંચકા નોંધાયા હોવાનું સિસ્મોલોજિકલ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે. જેમાં 15મી જુલાઈએ 11:05 વાગ્યે 2.4નો આંચકો નોંધાયો હતો. 11:31 વાગ્યેએ 2.3 નો અને સાંજે 04:25 વાગ્યે 2.1ની તીવ્રતા નો આંચકો નોંધાયો હતો. જ્યારે 17મી જુલાઈએ 11:31 વાગ્યે સવારે 2.0 રિકટર સ્કેલનો આંચકો નોંધાયો હતો.

મહત્વનું છે કે, પાલઘર જિલ્લામાં આવેલા આ તમામ આંચકાઓનું કેન્દ્ર બિંદુ અલગ અલગ વિસ્તારમાં નોંધાયું છે.જેમાં 19.992 થી 20.562 લેટિટ્યુ અને 72.855 લોગીંટ્યુડ વચ્ચે નાગાઝરી, બોઇસર રોડ, ઓસરવિરા, રાયતાલી અને ખૂણાવડા નજીક આ આંચકાનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજિકલ ડિપાર્ટમેન્ટ જણાવ્યું છે.

Intro:નર્મદા બંધ ખાતે 3 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોધાયો Body:નર્મદા બધ થી 13.6 કિમી અને મધ્યપ્રદેશ થી 53 કિમી નોર્થ ઇસ્ટ તરફ એપી સેન્ટર નોધાયું Conclusion:મધ્યપ્રદેશ અને મહારાષ્ટ માં ભૂકંપ ના આચકા આવ્યા ત્યારે જે આંચકાનું કંપન નર્મદા ડેમના સરદાર સરોવર ખાતે પણ નોધાયું હતું, અને જેમાં કેવડીયા કોલોની નજીક આવેલ સરદાર સરોવર નર્મદા ડેમ પાસે પણ ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા સરદાર સરોવર થી 13.6 કોમી દુર અને મધ્યપ્રદેશ 53 કિમી દુર એપી સેન્ટર બતાવવામાં આવ્યું અને 3 ની તીવ્રતા નો આ આચકો નોધાયો હતો, 3 ની તીવ્રતા સામાન્ય હોય આ આંચકાની અનુભૂતિ પણ કેવડીયા વિસ્તાર માં થઈ નથી જોકે સરદાર સરોવર નર્મદા ડેમ પર 8.5 તીવ્રતા નો ભૂકંપ ને વેઠવાની ક્ષમતા અને હાલ બનેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 15 તીવ્રતા નો ભૂકંપ આવે તોય તેની અસર નહિ થાવનો દાવો તંત્ર છે અને નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ કોઈ અસર પહોચી નહિ જેવું તંત્રનું કહેવું છે
Last Updated : Jul 18, 2019, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.