નર્મદા નદીની ગત વર્ષની સ્થિતિ
6 ઓગસ્ટ - 111.03 મીટર
આવક - 8431 ક્યુસેક્સ
જાવક - 8326 ક્યુસેક્સ
લાઈવ સ્ટોક - 46.20 મીટર
નર્મદા નદીની આ વર્ષની સ્થિતિ
6 ઓગસ્ટ - 127.43 મીટર
આવક - 72,964 ક્યુસેક્સ
જાવક - 5286 ક્યુસેક્સ
લાઈવ સ્ટોક - 2341.69 mcm
આમ ગુજરાતની જીવાદોરી આ વર્ષે સંપૂર્ણ ભરાઈ જશે તેવી આશા સર્જાઈ છે. 2017માં ગેટ બંધ થયા બાદ ઓવરફ્લો બંધ થયો હતો નહિતર આ વર્ષે ડેમ 6 મીટરથી ઓવરફ્લો થયો હોત અને લાખો ક્યુસેક્સ પાણી દરિયામાં વહી ગયું હોત સરકારની ઈચ્છા હતી કે, સરદાર સરોવર નર્મદા ડ્રમ તેની પૂર્ણ ક્ષમતાએ ભરાય જેથી પીવા અને સિંચાઈનું પાણી તેમજ વીજળી ઉત્પન્ન કરી શકાય અને સાચા અર્થમાં બહુહેતુક યોજનાનો હેતુ સિદ્ધ થઈ શકે ડેમમાં પાણી વધવાથી ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનને પણ ફાયદો થશે.
જો કે પાણીની વિપુલ આવક માત્ર કેચમેન્ટ વિસ્તારમાં થયેલ વરસાદને કારણે થયેલ છે. હજી નર્મદા ડેમનાં અન્ય બંધોમાંથી પાણી છોડાયું નથી પણ આવનાર દિવસોમાં જ્યારે તે ડેમોમાંથી પાણી છોડવાની સ્થિતિમાં વધુ આવક થશે.