- કેવડિયા ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની કોન્ફરન્સ
- કોન્ફ્રન્સ મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી
- 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનો પ્રારંભ
નર્મદાઃ કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની 2 દિવસીય કોન્ફ્રન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલના ચેરમેન પી.પી. ભટ્ટની અધ્યક્ષતામાં 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ કેવડિયા ની ટેન્સિટી ખાતે રાખવામાં આવી છે.આ કોન્ફરન્સ મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી છે.
કોન્ફરન્સમાં 200 જેટલા સ્ટેક હોલ્ડર રહ્યા ઉપસ્થિત
દેશના લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે. તેના પર એક વિષય રાખવામાં આવ્યો છે. બીજો વિષય અત્યારનો મહત્વનો વિષય ઇન્ટરનેશન ટેક્સસેશન પરનો છે. ઘણીવખત ડબલ ટેક્સસેશનના પ્રોબ્લેમ આવતા હોઈ છે તેનાપર શું નિરાકરણ આવી શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં 200 જેટલા સ્ટેક હોલ્ડર અહીં ભેગા થયા છે. જેમાં ઈન્ક્મટેક્સ ઓફિસર, ચાર્ટર એકાઉન્ટન્ટ્સ, એપેલેટ ટ્રીબ્યુનલના મેમ્બર અને એડવોકેટ પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે આવ્યાં હતા.
બ્લેક મની વિષય પર પણ ચર્ચા
જયારે ત્રીજો વિષય છે બ્લેક મની, તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. બ્લેકમની ઈકોનોમી પર અસર કરે છે. બ્લેકમની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તે બાબતે પણ આ કોન્ફ્રન્સમાં ચર્ચા કરવામાં આવશે. જો આવી કોન્ફરન્સ સમયાંતરે થાય તો દેશ ના કોઈ ઇસ્યુ હોઈ તેના પર ચર્ચાઓ થયા કરે અને તેનું નિરાકાણ પણ વેહલું આવી શકે છે. બ્લેકમની બાબતે મહત્વનું જણવ્યું કે, કાયદો કાયદાનું કામ કરે છે. આ કોન્ફરન્સના સમાપન સમારંભમાં કેન્દ્રિય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ હાજર રહેશે અને આ સમાપન સમારંભમાં પોતાનું મંતવ્ય જણાવશે.