ETV Bharat / state

શું આને કહેવાય અચ્છે દિન?? અહીં, પીવાના પાણી માટે જનતા અને ઢોર થયા એક સમાન - public

નર્મદાઃ જિલ્લામાં બે મોટા ડેમ આવેલા છે. જેમાં એશિયાનો સૌથી મોટો ડેમ સરદાર સરોવર નર્મદા ડેમ આખા ગુજરાત સહિત રાજસ્થાનને પણ પાણી પુરૂ પાડે છે. જ્યારે સરદાર સરોવર ડેમની માત્ર 25 કી.મી. નજીક આવેલા તિલકવાડા તાલુકાના મુખ્ય રોડને અડીને આવેલા વંઢ ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, અને વ્યવસ્થાના નામે માત્ર એક હવાડો છે. જેમાં પશુઓ પણ પાણી પીવે છે અને તેનો ઉપયોગ માણસો પણ કરે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 5, 2019, 5:42 PM IST

Updated : May 5, 2019, 6:20 PM IST

આ વર્ષે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો વધુ છે. આ ડેમનું પાણી સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સુધી ભલે પહોંચી રહ્યું હોય પરંતુ, આસપાસના તાલુકાઓના ગામડાઓની સ્થિતિ દિવા તળે અંધારા જેવી છે. કેટલાક ગામોમાં પાણી નથી પહોંચતું, તો કેટલાક ગામોમાં તંત્રની બેદરકારીના કારણે પાણી પહોંચવા છતાં લોકો પાણીથી વંચિત રહી જાય છે. વાત છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામની અહીં નર્મદાનું પાણી તો પહોંચે છે પરંતુ, તંત્રની બેદરકારીના કારણે આ ગામના આદિવાસી લોકો આજે પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. એક તરફ સરકાર ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાની વાત તો કરે છે પરંતુ, આ દાવાઓ અંતરિયાળ ગામડાઓમાં ખોટા સાબિત થાય છે.

નર્મદા
નર્મદા જિલ્લાની કઠણાઈ, ઢોરના પીવાના પાણીમાં ભાગ પડાવે છે જનતા

આ ગામની વસ્તી આશરે 500ની છે અને વંઢ ગામમાં નર્મદાનું પાણી પણ જાય છે, ત્રણ જેટલા હેન્ડપંપ અને બે હોજ અને એક ટાંકી પણ છે પરંતુ, સમસ્યા એ છે કે, હેન્ડ પંપમાં ક્ષારવાળુ પાણી આવે છે. આ ઉપરાંત, ટાંકી નીચી અને નાની હોવાથી ગામમાં ઘરો સુધી પાણી નથી પહોંચી શકતું નથી. જેથી ગામની આદિવાસી મહિલાઓને ઢોર ઢાંકરને પીવા માટે જે પાણી હોજમાં ભરવામાં આવે તે લાઇનમાંથી પાણી ભરવાની ફરજ પડે છે, પાણી ભરવા માટે આદિવાસી મહિલાઓની મોટી લાઇનો લાગી હોય છે, અને મહિલાઓમાં અંદરો અંદર વારંવાર ઝગડાઓ પણ થાય છે. તેમજ આ જગ્યાએ ખૂબ ગંદકી પણ છે અને જો આવું ગંદુ પાણી પીવાથી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ એ એક મોટો પ્રશ્ન છે, કેટલીક વાર તરસ્યા પશુ એક સાથે પાણી પીવા આવી જતા મહિલાઓને ભેટી મારવાની પણ ઘટનાઓ બની છે.

નર્મદા
હવાડામાંથી ભરવું પડે છે પીવાનું પાણી

ગામલોકોએ વારંવાર પંચાયતમાં સરપંચ અને તલાટીને પણ રજુઆત કરી છે, પણ તેમને વંઢ ગામમાં પાણીની સુવિધા કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. વંઢ ગામમાં નર્મદાના પાણીની પાઇપ લાઈન તો આવેલી છે અને ટાંકી પણ છે. પરંતુ, ટાંકી નીચી હોવાથી પાણી આખા ગામમાં પહોચતું નથી. જેથી ગામ લોકોની માંગ છે કે, વહેલી તકે પાણીની સુવિધા કરી આપવામાં આવે. હવે જોવું એ રહ્યું કે, સરકાર દ્વારા આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓનો જે અભાવ છે તે અંગે યોગ્ય કાર્યવાહી થશે કે કેમ !

નર્મદા
જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા

આ બાબતે ગામના અનસોયા તડવી એ જણાવ્યું કે, વર્ષોથી અમે પાણી ભરી ભરીને હવે કંટાળી ગયા છે. ગંદુ પાણી અને હવાળામાંથી ભરવાનું, પાણી નથી પશુઓને પહોંચતું કે નથી માણસોને થઇ રહેતું, જેથી પીવા જોગ ઉપયોગ કરીએ તો બીજું હવાડામાંથી ભરીને વાપરવુ પડે તેમ છે. ઉનાળામાં પાણી ધીમું આવે તો હોજનું પાણી ગાળીને પીવાની ફરજ પડે છે, જેનાથી ચર્મ રોગ પણ થાય છે. ગ્રામજનોનું કહેવું છે કે, શું કરીએ મજબૂરી છે! અમને ઘરે ઘરે ફળીયા વચ્ચે ટાંકી આપો તેવી અમારી સરકાર પાસે માંગ છે.

નમૅદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના વંઢ ગામના આદિવાસીઓ ખુલ્લા ઢોરોના હોજમાંથી પીવાનું પાણી ભરવા મજબૂર 

 નર્મદા જિલ્લા માં બે મોટા ડેમો આવેલા છે જેમાં  એશિયાના સૌથી મોટા ડેમ સરદાર સરોવર નર્મદા ડેમ આખા ગુજરાત સહીત રાજસ્થાન ની પણ તરસ છીપાવે  છે જયારે સરદાર સરોવર ડેમની માત્ર 25 કીમી નજીક આવેલા તિલકવાડા તાલુકાના મુખ્ય રોડને અડીને આવેલ  વંઢ ગામમાં પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, વ્યવસ્થા એક માત્ર હવાડો છે જેમાં પશુ પણ પાણીપીવે છે અને જેનો ઉપયોગ માણસો પણ કરે છે. ચાલુ વર્ષે સરદાર સરોવર ડેમ માં વિપુલ પાણી નો જથ્થો છે આ ડેમનું પાણી સૌરાષ્ટ્ર તેમજ કચ્છ સુધી ભલે પહોંચી રહ્યું હોય પરંતુ આસપાસ ના તાલુકાઓ ના ગામડાઓ ની સ્થિતિ દિવા તળે અંધારા જેવી છે કેટલાક ગામો માં પાણી નથી પહોંચતું તો કેટલાક ગામો માં તંત્ર ની બેદરકારી ના કારણે પાણી પહોંચતું હોવા છતાં લોકો પાણી થી વંચિત રહિ જાય છે. વાત છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ ગામની અહીં નર્મદા નું પાણી તો પહોંચે છે, પરંતુ તંત્ર ની બેદરકારી ના કારણે આ ગામના આદિવાસી લોકો આજે પણ પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. એક તરફ સરકાર ઘરે ઘરે નળ થી પાણી પહોંચાડવાની વાત તો કરે છે પરંતુ આ દાવાઓ અંતરિયાળ ગામડાઓ માં ખોટા સાબિત થાય છે. 

આ ગામની વસ્તી આશરે 500 ની છે અને વંઢ ગામમાં નર્મદા નું પાણી પણ જાય છે ,ત્રણ જેટલા હેન્ડપંપ અને બે હોજ અને એક ટાંકી પણ છે પરંતુ સમસ્યા એમ છે કે હેન્ડ પંપ માં ક્ષાર વારું પાણી આવે છે, અને ટાંકી નીચી અને નાની હોવાથી ગામ માં ઘરો સુધી પાણી નથી પહોંચી શકતું નથી.  જેથી ગામની આદિવાસી મહિલાઓને ઢોર ઢાકર ને પીવા માટે જે પાણી હોજ માં ભરવામાં આવે તે લાઇન માંથી પાણી ભરવા ફરજ પડે છે ,પાણી ભરવા માટે આદિવાસી મહિલાઓ ની મોટી સંખ્યામાં લાઇન લાગી હોય છે, અને મહિલાઓમાં અંદરો અંદર વારંવાર ઝગડાઓ પણ થાય છે, અને આ જગ્યાએ ખૂબ ગંદકી પણ છે અને જો આવું ગંદુ પાણી પીવાથી રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ એ એક મોટો પ્રશ્ન છે, કેટલીક વાર તરસ્યા પશુ એક સાથે પાણી પીવા આવી જતા મહિલાઓને ભેટી મારવાની પણ ઘટનાઓ બની છે.

ગામલોકોએ વારંવાર પંચાયત માં સરપંચ અને તલાટીને પણ રજુઆત કરી છે પણ એમને વંઢ ગામમાં પાણીની સુવિધા કરવામાં કોઈ રસ ન હોય તેમ લાગી રહ્યું છે, વંઢ ગામમાં નર્મદાના પાણીની પાઇપ લાઈન તો આવેલી છે અને ટાંકી પણ છે પરંતુ ટાંકી નીચી હોવાથી પાણી આખા ગામમાં પાણી પોહોચતું નથી જેથી ગામ લોકોની માંગ છેકે વહેલામાં વહેલી તકે પાણી ની સુવિધા કરી આપવામાં આવે હોવી એ જોવુ રહ્યું કે સરકાર દ્વારા આદિવાસી ગ્રામ્ય વિસ્તારો માં સુવિધાઓ નો જે અભાવ છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું।

આ બાબતે ગામના અનસોયા તડવી  એજણાવ્યું કે વર્ષોથી અમે પાણી ભરી ભરી ને હવે કંટાળી ગયા છે ગંદુ પાણી અને હવાળા માંથી ભરવાનું, પાણી નથી પશુઓને પહોંચતું કે નથી માણસો ને થઇ રહેતું, જેથી પીવા જોગ ઉપયોગ કરીએ તો બીજું હવાળા માંથી ભરીને વપરવુ પડે તેમ છે બીજું કે ઉનાળા માં પાણી ધીરુ આવે તો હોજનું પાણી ગાળી ને પીવાની ફરજ પડે છે, જેનાથી ચર્મ  રોગ પણ થાય છે. તો સુ કરીએ મજબૂરી છે એટલે અમોને ઘરે ઘરે પાણી હોંચાડૉ અમારા ફળીયા વચ્ચે ટાંકી આપો ની માંગ છે.  
Last Updated : May 5, 2019, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.