- ભાજપની કારોબારી બેઠક રાજપીપળાના ટાઉન હોલ ખાતે મળી
- મનસુખ વસાવાએ ભાજપના કાર્યકર્તાઓને આડકતરી રીતે ટકોર્યા
- વડાપ્રધાને હીરો, હીરોઇન અને જજોને પણ ઝાડું પકડાવી દીધા છે: મનસુખ વસાવા
નર્મદા: આજે 2 ઓક્ટોબરે જિલ્લા ભાજપની કારોબારી બેઠક રાજપીપળાના ટાઉન હોલ ખાતે મળી હતી. જેમાં જિલ્લાના તમામ BJP હોદ્દેદારોની હાજરીમાં સાંસદ મનસુખ વસાવાએ કેટલીક મીઠી ટકોર કરી કાર્યકર્તાઓને આડકતરી રીતે ટકોર્યા હતા. તેમને વડાપ્રધાન મોદીને ટાંકીને કહ્યું હતું કે, વડાપ્રધાને હીરો, હીરોઇન અને જજોને પણ ઝાડું પકડાવી દીધા છે. આપણે માત્ર કાર્યકર્તાઓ છીએ. ઝાડું એટલે બીજું ન સમજતા સ્વચ્છતા માટે પકડાવ્યું છે. ઝાડું એટલે આપ વાળા પકડે છે તે ઝાડુની વાત નથી.
આ પણ વાંચો: મોરબીમાં ધોળા દિવસે લૂંટ ચલાવનાર આરોપીઓ ઝડપાયા, દિલ્હી સ્પેશિયલ સેલે કરી ધરપકડ
જંગલ કાપતા લોકોને આપી ચેતવણી
વધુમાં તેમણે જણાવ્યું કે, જે લોકો પાર્ટીમાં કામ ન કરતા હોય તેમને પાર્ટી માંથી કાઢી મુકવા જોઈએ. ભલે જે કોઈ ચમર બંધી હોઈ તેમ કહી પાર્ટીના નામે અન્ય ધન્ધા કરતા લોકોને ચેતવણી આપી હતી અને પાર્ટીમાં કામ કરનારા લોકો પણ છે અને તેને તોડી પાડનારા લોકો પણ છે, તેનું ધ્યાન આપવું પડશે કહી પાર્ટીમાં વિખવાદ કરતા લોકોને પણ ચેતવ્યા હતા. સાથે જ જંગલમાંથી જે લોકો ઝાડ કાપી જાય છે તેમની સામે કડક રીતે કામ લેવાના સંકલ્પ સાથે તેમને ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાં 12 કિલોમીટર પગે ચાલી જંગલ નૂન ટેગ મેળવ્યાની વાત કહી હતી. જે લોકો જંગલ કાપે છે તેમને ચેતવણી અપાતા કહ્યું કે, પૈસા કમાવાના ઘણા રસ્તા છે. વૃક્ષો કાપીને જે લોકો પૈસા કમાય છે, તે સુખી નથી થયા. વૃક્ષ કાપીને જે લોકો પૈસા કમાય છે તે લોકોએ આ બધું બંધ કરવું પડશે.
આ પણ વાંચો: કરજણ નદીમાં પુરથી ખેડૂતોને થયેલા નુકશાનનું સાંસદ મનસુખ વસાવાએ કર્યું નિરીક્ષણ
નર્મદા નદીને શુદ્ધ કરવાનું કામ ભાજપના કાર્યકર્તાઓનું છે: મનસુખ વસાવા
મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે, હું રાજકીય વાત નથી કરતો પણ આ હકીકત છે. હું કોઈ વોટ માટે જંગલમાં 12 કિલોમીટર નથી ચાલ્યો પણ પ્રકૃતિને સાચવવાની જવાબદારી છે અને લોકોએ સુધરવું પડશે. વળી નર્મદા નદીને પણ શુદ્ધ રાખવાની છે અને તે કામ પહેલા વડોદરા જિલ્લાના લોકોએ પછી નર્મદા જિલ્લાના લોકોએ અને પછી ભરૂચ અને વડોદરા જિલ્લાના લોકોએ કરવું પડશે. આખરે નર્મદા નદીને શુદ્ધ કરવાનું કામ ભાજપના કાર્યકર્તાઓનું છે.