ETV Bharat / state

કેવડિયાના જંગલ સફારીમાં 3 મહિના પહેલાં જન્મેલા બાળસિંહ સિમ્બા અને રેવાએ ઘરમાં માંડી પાપા પગલી - Zoo lion cubs

સિંહ યુગલ સુલેહ અને શ્રદ્ધાએ આ માનવ રચિત મીની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ બે બાળ સિંહોને જન્મ આપ્યો ત્યારે જંગલ જંગલ (Kevadia Jungle Safari)પતા ચલા હૈ, શ્રધ્ધા કે ઘર પલના બંધા હૈ ના ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. હવે આ બન્ને બાળ સિંહોએ પહેલીવાર (Baby Lions Simba and Reva)પિંજરાના ઘરમાં પાપા પગલી માંડતા વધુ એક વાર હરખની હેલી ચઢી છે.

કેવડિયાના જંગલ સફારીમાં 3 મહિના પહેલાં જન્મેલા બાળસિંહ સિમ્બા અને રેવાએ ઘરમાં માંડી પાપા પગલી

author img

By

Published : May 23, 2022, 7:53 PM IST

Updated : May 23, 2022, 8:51 PM IST

નર્મદાઃ એશિયાઇ સિંહ આમ તો ગીરના જંગલના કુદરતી પ્રસૂતિગૃહમાં જન્મે, પરંતુ હવે એકતાનગર કેવડિયાની જંગલ સફારીએ(Kevadia Jungle Safari) પણ સિંહના પ્રસૂતિગૃહનો માનભર્યો દરજ્જો મેળવી લીધો છે.સિંહ યુગલ સુલેહ અને શ્રદ્ધાએ આ માનવરચિત મિની જંગલમાં સફળ સંવનન અને પ્રજનન દ્વારા ત્રણ મહિના અગાઉ બે બાળસિંહને જન્મ આપ્યો હતો. હવે આ બન્ને બાળ સિંહે પહેલીવાર (Balasinh Simba and Reva)પીંજરાના ઘરમાં પાપા પગલી માંડતાં વધુ એકવાર હરખની હેલી ચઢી છે.

બાળસિંહ

આ પણ વાંચોઃ માતાથી વિખૂટા પડેલા સિંહ બાળનો રેસ્કયુ, આ રીતે આધુનિક એમ્બ્યુલન્સની લેવાઇ મદદ

તબીબી ટીમે બાળસિંહોની કાળજી લીધી - એકતાનગર સ્થિત સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્ક (જંગલ સફારી)માં 3 મહિના પહેલાં માદા સિંહ "શ્રદ્ધા"એ 2 બચ્ચાંને જન્મ આપ્યો હતો. પ્રવાસીઓથી બારે માસ ધમધમતા જંગલ સફારીમાં બાળસિંહોના જન્મના હરખનાં વધામણાં કરાયાં હતાં. સિંહ યુગલ "સુલેહ" અને "શ્રદ્ધા" ના સફળ પ્રજનન બાદ જન્મેલા બંને બાળસિંહની યોગ્ય કાળજી એનિમલ કીપર અને તબીબોની નિષ્ણાત ટીમ દ્વારા લેવામાં આવતી હતી, જેનું ઉમદા પરિણામ મળ્યું છે.આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની માર્ગદર્શિકા પ્રમાણે, બન્ને બાળસિંહ સિમ્બા અને રેવાને વિશાળ પીંજરામાં છોડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ અરે વાહ, જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં વધુ ત્રણ સિંહ બાળનો જન્મ

સિંહબાળને પીંજરામાં છોડાતાં એનિમલ સ્ટાફના ચહેરા ખુશી - બન્ને નટખટ અને માસૂમ સિંહબાળના છટાદાર વિચરણ - સહેલગાહથી પીંજરા સહિત સમગ્ર જંગલ સફારીનું વાતાવરણ જીવંત બન્યું હતું. જંગલ સફારીના પ્રત્યેક કર્મયોગીઓ હંમેશાં પશુ-પક્ષીઓ પ્રત્યે સંપૂર્ણ વાત્સલ્ય ભાવ, ચાહના અને ઉષ્માપૂર્ણ વ્યવહાર રાખે છે. આજે બન્ને સિંહબાળને પીંજરામાં છોડાતાં એનિમલ કીપર સહિતના સ્ટાફના ચહેરા ખુશી જોવા મળી હતી.

Last Updated : May 23, 2022, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.