- નર્મદા જિલ્લામાં કોરોનાને કારણે રોજના 5 થી 7 મોત
- નર્મદાના 40 ડોક્ટરો વડોદરામાં આપી રહ્યા છે સેવા
- સાંસદ ગીતાબેન રાઠવાએ પરિસ્થિતિ અંગે ગંભીરતા વ્યક્ત કરી
નર્મદા: જિલ્લામાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જાય છે, રોજના 5 થી 7 મોત થઇ રહ્યા છે જેને લઈ આજે નર્મદામાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર થતાં બે બે સાંસદોએ અચાનક કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાંસદ મનસુખ વસાવા તથા સાંસદ ગીતાબેન રાઠવાએ પરિસ્થિતિ અંગે ગંભીરતા વ્યક્ત કરી.
આ પણ વાંચો:પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતીએ લીધી કોવિડ હોસ્પિટલની મુલાકાત, ગંભીર બેદરકારીનો કર્યો આક્ષેપ
જિલ્લાના ડોકટરોને વડોદરા મોકલવા બદ્દલ સાંસદમાં રોષ
જો અહીંના ડોકટરો પરત નહિ કરે તો સાંસદ દ્વારા આંદોલનની ચીમકી આપી પૂરતો સ્ટાફ અને ડોકટરો અહી આપવાની સાંસદની માગ છે. કારણ કે, ડોકટરોના અભાવે મૃત્યુઆંક વધી રહ્યો છે.
આ પણ વાંચો:મહિસાગર: DHOએ બાલાસિનોર કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
સાંસદે જિલ્લા સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તાને ખખડાવ્યા
રાજપીપળા કોવિડ હોસ્પિટલના 40 જેટલો ડોક્ટર સહીત સ્ટાફને વડોદરા મોકલવામાં આવ્યા છે, જેને પરત ન કરતા સાંસદોમાં રોષ જોવા મળ્યો હતો. ભરૂચ સાંસદે નીતિન પટેલને પત્ર લખ્યો છે. પરંતુ વડોદરાના ડોકટરો ને પરત ન મોકલતા સાંસદે આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.