- ભરુચના સાંસદે લગાવ્યા આક્ષેપ
- આદિવાસી છોકરીઓને વેંચવામાં આવે છે
- આદિવાસી છોકરીઓના કમિશન લઈને થાય છે લગ્નભરૂચ સાંસદે લગાવ્યો આક્ષેપ કહ્યું આદિવાસી છોકરીઓને વેંચવામાં આવે છે
ભરૂચઃ સાંસદ મનસુખ વસાવાએ ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં લવ જેહાદનો કડક કાયદો બનાવવા CM રૂપાણીને રજૂઆત કરી છે. આ અંગે સાંસદે કહ્યું કે, તેમના આ નિર્ણયને મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ગરીબ આદિવાસીઓની છોકરીઓને વેચવામાં આવે છે.
કાયદામાં જોગવાઈ કરવા સાંસદે કરી રજૂઆત
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, જે સ્થળે છોકરીઓની અછત હોઈ છે, ત્યાં ગરીબ આદિવાસીની છોકરીઓને વેંચવામાં આવે છે.. આ કાર્ય કરવા માટે પણ મોટા પાયે એજન્ટોની ટીમ સક્રિય છે. આ એજન્ટો ગરીબ આદિવાસી દિકરીઓને પ્રલોભન આપીને દિકરીઓને વ્યવસાય કરે છે.

મુદ્દાઓનો સોશિયલ મીડિયામાં ઉછાળવાથી હલ નથી આવવાનો
વધુમાં સાંસદે જણાવ્યું કે, ગત 5 વર્ષથી સતત લવ જેહાદ અને આદિવાસી છોકરીઓ વેચાતી હોવાના મુદ્દે રજૂઆત કરતો આવ્યો છું, પરંતુ આ મુદ્દાઓનો સોશિયલ મીડિયામાં ઉછાળવાથી હલ નથી આવવાનો. આના માટે સમાજમાં જાગૃતિનું અભિયાન ચલાવવું પડશે.