- રાજપીપળામાં થઈ ગૌરીવ્રતની અનોખી ઉજવણી
- એનઆરઆઈ રહીશે બાળકીઓ માટે કર્યું ખાસ આયોજન
- ડ્રાયફૂટના ઢગલા લેવા બાળાઓની કેટવોકનો કાર્યક્રમ કરાવી ગયો આનંદ
નર્મદાઃ રાજપીપળાના વતની અમેરિકામાં રહેતા ( NRI ) અસિત બક્ષીએ ગૌરીવ્રત ( Gaurivrat ) નિમિતે 200 જેટલી ઉપવાસ કરનાર બાળકીઓને સૂકા મેવાનું ( Dry fruit ) વિતરણ કર્યું હતું. આજે કોરોનાની બીજી લહેરમાં લોકોના ધંધા રોજગાર છીનવાયાં છે ત્યારે મોટા વર્ગ માટે પોતાની વ્રત કરી રહેલી બાળકીઓ માટે સૂકો મેવો લાવવો સ્વપ્ન સમાન છે. ત્યારે આ પ્રકારનો કાર્યક્રમ ઉપવાસી બાળાઓ માટે ખૂબ આનંદભર્યો બન્યો હતો.
રમતરમતમાં ખવડાવ્યો સૂકોમેવો
આ ગૌરીવ્રતમાં ( Gaurivrat ) ખાસ તો નાની બાળાઓ 5 દિવસનો ઉપવાસ કરતા હોય છે જેમાં 5 દિવસ અલૂણાં કરવાના હોય છે.તેથી આ ઉપવાસમાં સૂકો મેવા ( Dry fruit ) જેવા કે કાજુ, અખરોટ, બદામ જેવા મેવા બાળકીઓને ખાવા માટે માતાપિતા લાવતાં હોય છે. હાલ કાળઝાળ મોંઘવારીમાં માબાપ પોતાની દીકરીઓને સૂકો મેવો ખવડાવી શખે તેવી હાલત નથી. ત્યારે અમેરિકામાં રહેતા અને હાલ વતન રાજપીપળામાં આવેલાં ( NRI ) અસિતે નાની દીકરીઓને એક રમતના રૂપમાં જમાડી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ રમતમાં નાની બાળકીઓ માટે સૂકા મેવાનો એક ઢગલો કર્યો હતો. જે ઢગલો બાળકીઓ એ કેટવોક કરતાં કરતાં જઈને લૂંટયો હતો. બાળકીઓને એ રીતે રમત પણ રમાડી હતી. જે બાળકીઓ વિજેતા જાહેર થઈ હતી, તે બાળકીઓને પ્રોત્સાહનરૂપે ઇનામ પણ આપ્યાં હતાં.
આ પણ વાંચોઃ અમેરિકામાં રહેતા પાટીદાર સમાજના લોકોએ જૂનાગઢમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર, દવાનો જથ્થો મોકલ્યો
આ પણ વાંચોઃ Oxygen plant: સયાદલા એન. આર. આઇ. પરિવાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો