અમદાવાદઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષના ટૂંકાગાળામાં દેશ વિદેશથી કુલ 40 લાખ કરતા પણ વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સુવિધાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
આ અંતર્ગતમાં પાર્કિંગથી લઈને વિવિધ સ્થળો પર આવવા જવા બસની સુવિધા, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને મ્યુઝિયમમાં બેસવાની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા અને વૃદ્ધો, વિકલાંગો માટે વ્હિલચેરની સુવિધાઓ આપી છે.
શેડ બનાવવા બાબતે જોઈન્ટ CEO નિલેશ દૂબેએ જણાવ્યું હતું કે, ઉનાળામાં પ્રવાસીઓ ગેટ-1માંથી પ્રવેશે કે બસ સ્ટોપ પરથી સીધા અંદર પ્રવેશ કરે એન્ટ્રી પોઈન્ટ સુધી ચાલતા આવે છે. જેમાં તેમને તડકો ન લાગે અને બહાર પરિસરમાં બેઠક વ્યવસ્થા છે, જે પણ ગરમ ન થઈ જાય, તેને ધ્યાનમાં રાખીને એક શેડ બનાવવામાં આવ્યો છે. આ શેડ ઉનાળા અને ચોમાસા દરમિયાન કામ આવશે.