આ પ્રસંગે ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે,આ રાષ્ટ્રીય કોન્ફરન્સને કેન્દ્ર ઉર્જા પ્રધાન આર. કે. સિંઘ 11 મી ઓક્ટોબરે ખુલ્લી મુકશે.જેમાં દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઉર્જા પ્રધાન,ઉર્જા સચિવો, ઉર્જા વિતરણ અંગે કામ કરતી એન.ટી.પી.સી, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા,પી.એફ.સી,આર.ઈ.સી,એન.એચ.પી.સી. જેવી વિવિધ કંપનીઓના મેનેજીંગ ડિરેક્ટરો અને ચેરમેન ઉપસ્થિત રહેશે.
આ બે દિવસીય કોન્ફરન્સમાં પ્રથમ દિવસે પુનઃપ્રાપ્ય ઉર્જા (રિન્યુએબલ એનર્જી), પ્રધાનમંત્રી કુસુમ યોજના અમલીકરણ, સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારોમાં રીન્યુએબલ એનર્જીના વિકાસ કાર્યક્રમો,અલ્ટ્રા મેગા રીન્યુએબલ એનર્જી પાર્કસની સ્થાપના સંદર્ભે, ઇઝ-ઓફ-ડુઈંગ બિઝનેસ અંતર્ગત સોલાર અને વિન્ડ પાવર સંદર્ભે હાથ ધરાનાર વિવિધ પ્રોજેક્ટ સંદર્ભે જમીન ફાળવણી સહિતના આનુસાંગિક કામો તથા રેગ્યુલેટરી ઈશ્યુ સંદર્ભે ચર્ચા-વિચારણા કરાશે.