- સેલવાસમાં સ્થાનિકોએ પૂતળા બાળી વિરોધ પ્રદર્શન કર્યું
- સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નોંધાઈ FIR
- FIRમાં સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલ સહિત 9 લોકોના નામ સામેલ
- FIRમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માગ
આ પણ વાંચોઃ સેલવાસમાં મોહન ડેલકર આત્મહત્યા કેસમાં ન્યાયની માગણી સાથે પંચાયત સભ્યોની રેલી
સેલવાસઃ સેલવાસના દાંદુલ ફળિયા ચાર રસ્તા પર મંગળવારે રાત્રે સ્થાનિક લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક લોકોએ સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા પ્રકરણમાં FIRમાં જે 9 લોકોના નામનો ઉલ્લેખ છે. તે તમામ લોકોના નામનું 9 માથાવાળું પૂતળું બનાવી પૂતળાનું દહન કર્યું હતું. સ્થાનિક લોકોએ મોહનભાઈને ન્યાય મળે તેવી ઉગ્ર માગ કરી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા બાદ સંઘ પ્રદેશમાં જનઆક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. વિવિધ વિસ્તારમાં લોકો દ્વારા પ્રફુલ પટેલ સહિત જે 9 લોકોના નામ FIRમાં લખવામાં આવ્યા છે. તેની સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે, જે અંતર્ગત મંગળવારે સેલવાસના દાંદુલ ફળિયા ચાર રસ્તા પર રાત્રે સ્થાનિક લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
આ પણ વાંચોઃ સેલવાસમાં મહિલાઓએ ચપ્પલ મારી પ્રફુલ પટેલના પૂતળા પર રોષ ઉતાર્યોમોહન ડેલકરને ન્યાય અપાવવા જનતા રસ્તા પર આવી
સ્થાનિક લોકોએ મોહન ડેલકરને ન્યાય મળે તેવી ઉગ્ર માગ કરી FIRમાં લખેલા તમામ નવ લોકોના નામનો હુર્રિયો બોલાવ્યો હતો. તેમના પૂતળા બાળ્યા હતા. પૂતળા પર લાકડીઓ ફટકારી હતી. હાય રે પ્રશાસન હાય હાય, તાનાશાહી નહીં ચાલગી, મોહન ડેલકરને ન્યાય આપો જેવા સૂત્રોચ્ચાર કરી પોતાનો જનઆક્રોશ ઠાલવ્યો હતો.