- કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં પેટા ચૂંટણીનો મામલો
- ભાજપના નેતા અને ભોજપુરી સુપરસ્ટાર મનોજ તિવારીએ કર્યો ચૂંટણી પ્રચાર
- મનોજ તિવારીએ સેલવાસ સહિત દાદરા નગર હવેલીમાં ચૂંટણી પ્રચાર કર્યો
સેલવાસઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પેટા ચૂંટણીના (By Election in Dadra Nagar Haveli) પડઘમ વાગ્યા બાદ ભાજપ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યું છે. શુક્રવારે ભોજપુરી સ્ટાર અને ભાજપના નેતા મનોજ તિવારીએ (BJP Leader Manoj Tiwari) સેલવાસ સહિત દાદરા નગર હવેલીમાં ચૂંટણી પ્રચાર (Election Campaign) કર્યો હતો. અહીં તેમણે ભોજપુરી ગીતોની રમઝટ બોલાવી આ બેઠક ભાજપના ઉમેદવાર જીતશે તો તેની ચર્ચા અમેરિકા-ચીનમાં થશે તેવું જણાવી ભાજપના ઉમેદવારને વિજય બનાવવા અપીલ કરી હતી.
આ પણ વાંચો- DNH પેટા ચૂંટણી: પ્રચાર માટે આવેલા સંજય રાઉતે BJPને ઘેરી, સ્થાનિક પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર
મનોજ તિવારીએ સભાઓ ગજવી
દાદરા નગર હવેલીમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા મનોજ તિવારીએ ભાજપના ઉમેદવાર માટે ભોજપુરી સ્ટાઇલમાં (Bhojpuri Style) સભાઓ ગજાવી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીને (Narendra Modi) જીતાડવા તે અહીં આવ્યા છે. દાદરા નગર હવેલીની જનતા નરેન્દ્ર મોદીને (Narendra Modi) જીતાડી પૂરસ્કાર આપવા માગે છે. બીજી તરફ અહીં મનોજ તિવારીનો સાંભળવા, તેમની સાથે સેલ્ફી લેવા મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. મનોજ તિવારીએ પોતાની ભોજપુરી સ્ટાઇલમાં ગીતો (Bhojpuri Songs) ગાઈ જનમેદનીનું મનોરંજન કર્યું હતું.
આ પણ વાંચો- દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં શિવસેનાએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો
લોકો નરેન્દ્ર મોદીને ભારતનો દીકરો કહે છેઃ મનોજ તિવારી
મનોજ તિવારીએ ભોજપુરી સ્ટાઈલમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને હવે કોઈ નરેન્દ્ર મોદી નથી કહેતા. તેમને આ ગરીબોનો દીકરો કહેવામાં આવે છે. ભારતનો દીકરો કહે છે. અને તેમને સેલવાસથી જીતાડવા તે અહીં આવ્યાં છે. સેલવાસથી નરેન્દ્ર મોદી જીતશે તો તેની ચર્ચા અમેરિકા અને ચીનમાં થશે.
સહાનુભૂતિ થી પેટ નથી ભરાતુંઃ તિવારી
શિવસેના ઉમેદવાર તરફી ઉમટેલા સહાનુભૂતિના જુવાળ અંગે મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, સહાનુભૂતિથી વિકાસ નથી થતો. પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ હતા ત્યારે વિકાસ થયો હતો. ત્યારબાદ અટકેલા વિકાસને ફરી આગળ લઈ જવો છે. સહાનુભૂતિથી પેટ નથી ભરાતું. આ પહેલા પણ અનેક વખત સહાનુભૂતિ આપી છે. હવે વંશવાદથી બહાર નીકળી વિકાસનો માર્ગ પસંદ કરવો છે.
તાનાશાહીથી વિકાસ ક્યારેય ન થાયઃ તિવારી
મનોજ તિવારીએ વધુમાં જણાવ્યું હતું કે, જો તાનાશાહ હોત તો અહીં જે રીતે મેડીકલ કોલેજ, રિવરફ્રન્ટ, સ્ટેડિયમ જેવા વિકાસના કાર્યો થયા ન હોત, તાનાશાહીથી વિકાસ ક્યારેય ન થાય.