મળતી વિગત મુજબ, હળવદ તાલુકાના સિરોઇ ગામે ડેમના કાંઠે આવેલા કુવામાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતક યુવાનના શરીરે પથ્થર બાંધેલો હોવાથી હત્યા કે આત્મહત્યા કરી છે તે સ્પષ્ટ જાણી શકાયું ન હતું. ધટનાની જાણ થતાં હળવદ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી .
જે મામલે મૃતક યુવાન દિનેશ ગુડિયા ઉ.વ.19 નામનો હોવાની ઓળખ મળી હતી અને મૃતક યુવાનની સગાઈ નક્કી થયેલ હોય જે મૃતક યુવાનને સારું નહિ લાગતા તેના વતનમાંથી તેના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જઈને મોરબી જીલ્લામાં આવી પહોચ્યો હતો. બાદમાં શીરોઈ ગામ નજીક આવેલ ડેમના કાંઠે કુવામાં પોતાના શરીરે પથ્થર બાંધીને તેણે કૂવામાં છલાંગ મારી મોતને વ્હાલું કર્યું હતું. આ મામલે મૃતકના પિતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
.