મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આજે ભડિયાદ ફાટક પાસે માલગાડીની હડફેટે આવી જતા યુવાનનું ધડ અને હાથ શરીરથી છુટા પડી ગયા હતા અને યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભયું મોત થયું હતું. ઘટનાને પગલે રેલવે પોલીસના રતિલાલભાઈ સહિતની ટીમ દોડી ગઈ હતી અને ઘટનાની તપાસ ચલાવી હતી.
જેમાં મૃતક યુવાન દીપ મનહરભાઈ બાવરવા (રહે ભાવપર તા. માળિયા) હોવાનું જાણવા મળ્યું છે. તેમજ ઘટનાસ્થળ નજીકથી GJ 36 C 1418 નંબરનું સ્પ્લેન્ડર બાઈક મળી આવ્યું છે. યુવાન અભ્યાસ બાદ હાલ સિરામિક ફેક્ટરીમાં કામ કરતો હતો અને સવારે ફેક્ટરી જવા નીકળ્યો હતો. જોકે બાદમાં માલગાડી સામે પડતું મૂકી યુવાને આપઘાત કર્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.