મોરબી જિલ્લામાં સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓના CSC 108ના કર્મચારીઓને તેમની પ્રમાણિકતા અને શ્રેષ્ઠ સેવા આપવા બદલ સન્માન કરવાનો કાર્યક્રમ મોરબીના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં અલગ-અલગ ક્ષેત્રોમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત એપ્રિલ મે મહિનાના ગુજરાત રાજ્યના સેવિયર એવોર્ડ જિલ્લા લેવલે શ્રેષ્ઠ કામગીરી કરનાર,તેમજ એપ્રિલ-મે મહિનામાં પ્રમાણિકતા બતાવીને લાખોની કિંમતની વસ્તુઓ દર્દીઓ અથવા તેમના પરિવારજનો સુધી પરત કરનાર આ ઉપરાંત 181 જેવી સેવાઓમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્મચારીઓનું મોરબી જિલ્લા કલેક્ટર આર.જે માકડીયા અને મોરબી જિલ્લા SP ડોક્ટર કરણરાજ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું.