ETV Bharat / state

વાંકાનેરમાં આધેડ પર જંગલી ઝરખે કર્યો હુમલો

મોરબી: વાંકાનેર શહેરની આસપાસ વન વિસ્તાર મોટા પ્રમાણમાં હોવાથી અનેક વાર જંગલી પશુઓ ગામડાઓમાં અને શહેરમાં જોવા મળતા હોય છે. જેમાં મંગળવારે સવારે આરોગ્ય નગર વિસ્તારમાં એક જંગલી ઝરખ ચડી આવ્યું હતું. જેણે એક આધેડ પર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ આધેડને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 12, 2019, 4:03 PM IST

મળતી માહિતી મુજબ વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં સવારના સમયે જંગલી ઝરખ દેખાયું હતું. જંગલી ઝરખે ટપુભાઈ દેગામાં (ઉ.વ.૫૫) નામના આધેડ પર હુમલો કર્યો હતો. તો ઘટનાને પગલે આધેડની બુમાંબુમથી લોકોના ટોળા એકત્ર થયા હતા અને જંગલી ઝરખે આધેડને લોહીલુહાણ કર્યા હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

જેમાં એકત્ર થયેલા ટોળાએ ઝરખને માર મારતા તેનું મોત નીપજ્યું હતું. જે બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. જેથી રામપરા સેન્ચ્યુરીના અધિકારીઓ વાંકાનેર દોડી ગયા હતા. આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે. જો કે અવારનવાર જંગલી પશુઓ રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

R_GJ_MRB_04_12FEB_WAKANER_PASHU_HUMLO_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_04_12FEB_WAKANER_PASHU_HUMLO_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_04_12FEB_WAKANER_PASHU_HUMLO_SCRIPT_AV_RAVI

વાંકાનેરના આરોગ્યનગરમાં આધેડ પર જંગલી ઝરખે હુમલો કર્યો

ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડાયા

        વાંકાનેર શહેર આસપાસ વન વિસ્તાર મોટા પ્રમાણમાં હોય અનેક વખત જંગલી પશુઓ ગામડાઓમાં અને શહેરમાં જોવા મળતા હોય છે જેમાં આજે સવારના સુમારે આરોગ્ય નગર વિસ્તારમાં એક જંગલી ઝરખ ચડી આવ્યું હતું અને એક આધેડ પર હુમલો કરી દેવાતા ઈજાગ્રસ્ત આધેડને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં સવારના સમયે જંગલી ઝરખ દેખાયું હતું અને જંગલી ઝરખે ટપુભાઈ દેગામાં (ઉ.વ.૫૫) નામના આધેડ પર હુમલો કરી દઈને તેને ઈજાઓ પહોંચાડી હતી તો ઘટનાને પગલે આધેડની બુમાંબુમથી લોકોના ટોળા એકત્ર થયા હતા અને જંગલી ઝરખે આધેડને લોહીલુહાણ કર્યા હોય જેથી લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો

        અને એકત્ર થયેલ ટોળાએ ઝરખને માર માર્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું જે બાબતની જાણ વન વિભાગને કરવામાં આવી હતી જેથી રામપરા સેન્ચ્યુરીના અધિકારીઓ વાંકાનેર દોડી ગયા હતા અને વધુ તપાસ ચલાવી છે જોકે અવારનવાર જંગલી પશુઓ રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.