ETV Bharat / state

અમરેલીમાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ, બાળક-મહિલાઓ સહિત 12 વ્યક્તિ ઈજાગ્રસ્ત - AMRELI CRIME NEWS

ગમા પીપળીયા ગામ ખાતે જૂની અદાવતનું મન દુઃખ રાખીને એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો.

અથડામણમાં 12 લોકો ઈજાગ્રસ્ત
અથડામણમાં 12 લોકો ઈજાગ્રસ્ત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2024, 8:41 PM IST

અમરેલી: અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં આવેલા ગમા પીપળીયા ગામ ખાતે જૂથ અથડામણ સર્જાઈ હતી. એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ થતા બારથી વધુ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જૂના અદાવતમાં બે જૂન વચ્ચે અથડામણ
ગમા પીપળીયા ગામ ખાતે જૂની અદાવતનું મન દુઃખ રાખીને એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં અનેક વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લાકડી, પાઇપ તેમજ અન્ય હથિયારો વડે એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી બંને પક્ષના વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એક જૂથને બાબરા ખાતેથી અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય જૂથને ગંભીર ઈજા પહોંચતા બાબરાની સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

બંને પક્ષે સામ-સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી
દિવાળીના સમયે જ બંને જૂથ વચ્ચે અચાનક અથડામણની ઘટના સર્જાઈ હતી અને મારામારી થઈ હતી. મારામારીમાં બારથી વધુ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને બંને પક્ષો દ્વારા પોલીસમાં સામ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધ હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. પાટડીના ગામમાં 150 વર્ષ જૂની પરંપરા: નવા વર્ષે ફટાકડા ફોડી ગાયોને ઉશ્કેરીને ગોવાળ પાછળ દોડાવાય છે
  2. રાજકોટ BAPS મંદિરમાં 1500 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો, દેશ-વિદેશથી દર્શન માટે પહોંચ્યા હરિભક્તો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.