મોરબી : રાજ્યમાં વ્યાજખોરીના દુષણને ડામવા માટે રાજ્યના ગૃહપ્રધાને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ પોલીસ તંત્ર જાગ્યું છે. વ્યાજખોરો પર લગામ કસવા રાજકોટ રેન્જ આઈજીની અધ્યક્ષતામાં મોરબી ખાતે જનસંપર્ક સભા યોજાઈ હતી. જેમાં 18 નાગરીકોએ વ્યાજખોરોના ત્રાસ અંગે રજૂઆત કરી હતી.
વ્યાજના ચક્કરમાં ફસાયેલા લોકોએ આપવીતી વર્ણવી મોરબીના પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવના અધ્યક્ષ સ્થાને આયોજિત જનસંપર્ક સભામાં નાના ફેરિયા, લારી ગલ્લા, શાકભાજીવાળા, વેપારીઓ અને ખેડૂતો મળીને 300 જેટલા નાગરિકો પહોંચ્યા હતા. જે જનસંપર્ક સભામાં વ્યાજખોરીના ચુંગલમાં ફસાયેલા લોકોએ વિવિધ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વ્યાજખોરો કેટલું ઊંચું વ્યાજ વસૂલી અનેક પરિવારોને બરબાદ કરી ચૂક્યા છે તેની આપવીતી પણ વર્ણવી હતી.
હેલ્પ ડેસ્ક પણ ઉભું કરવામાં આવ્યું સાથે જ જનસંપર્ક સભામાં SBI, બેંક ઓફ બરોડા, એચડીએફસી બેંક, એક્ષીસ બેંક, રાજકોટ નાગરિક બેંક સહિતની બેંકના મેનેજર અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેઓએ ગુજરાત સરકાર દ્વારા મળતી લોનની સુવિધા અંગે માહિતી આપવા હેલ્પ ડેસ્ક રાખવામાં આવ્યું હતું જ્યાં યોજનાઓની યોજનાની માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો હવે વ્યાજખોરોની ખેર નહીં, પોલીસે ઘરે ઘરે જઈને જાગૃતિ માટે પત્રિકાનું વિતરણ કર્યું
પોલીસે 14 FIR નોંધી 26 વિરુદ્ધ કાર્યવાહી કરી જનસંપર્ક સભામાં આવેલા નાગરિકોએ અલગ અલગ 18 રજૂઆત કરી હતી. જે રજૂઆત ઈલીગલ મની લેન્ડીંગ કલમ હેઠળ તાત્કાલિક ધોરણે 14 FIR નોંધી 26 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બાકી રજૂઆત અંગે કાર્યવાહી ચાલુ હોવાનું જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો પોલીસની વ્યાજખોર-ચાઇનીઝ દોરી સામે પોલીસની લાલ આંખ
વ્યાજખોરી ડામવા વિવિધ કાર્યક્રમો ઉલ્લેખનીય છે, રાજ્યના ગૃહપ્રધાને કરેલી સુચના બાદ પોલીસ તંત્ર જાગ્યું છે અને હવે વ્યાજખોરી ડામવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. જેને લઈને મોરબીમાં જનસંપર્ક સભા કરી અરજદારોની રજૂઆત પણ સાંભળી હતી. જોકે આ બધું ક્યાં સુધી ચાલુ રહેશે તે મોટો પ્રશ્ન છે વ્યાજખોરીને ડામવા એકાદ બે કાર્યક્રમો કરવાથી આ દુષણ બંધ થશે કે પોલીસની કડક કાર્યવાહીથી બંધ થશે તે જોવું રહ્યું, પરતું સુરતની કામરેજ પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ (usurers case in Surat) ચલાવવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતિ આવે તે માટે ઘરે ઘરે જઈને પોલીસે પત્રિકાનું વિતરણ કર્યું હતું. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 8 ગુના નોંધવામાં આવ્યા છે. (Kamrej Police campaign against usurers)