ETV Bharat / state

મોરબીમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત, કહ્યું- દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે લેવાશે કડક પગલાં

ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં જન આશિર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા (Union Minister Parsottam Rupala) મોરબીમાં ભાજપની જન આશિર્વાદ યાત્રામાં આવ્યા હતા. અહીં તેમણે ભારત સરકાર (Government of India) અને ગુજરાત સરકારની (Government of Gujarat) સિદ્ધિઓને ગણાવી હતી. આ સાથે જ ખેડૂતોને સિંચાઈ માટે મદદરૂપ થવા માટેના પ્રયાસો કરવાની પણ ખાતરી આપી હતી.

મોરબીમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત, કહ્યું- દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે લેવાશે કડક પગલાં
મોરબીમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત, કહ્યું- દૂધમાં ભેળસેળ કરનારાઓ સામે લેવાશે કડક પગલાં
author img

By

Published : Aug 21, 2021, 9:16 AM IST

  • મોરબીમાં ભાજપના જન આશિર્વાદ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા (Union Minister Parsottam Rupala) રહ્યા ઉપસ્થિત
  • ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં જન આશિર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) શરૂ કરવામાં આવી રહી છે
  • આ સાથે જ કેન્દ્રિય પ્રધાને ખેડૂતોને સિંચાઈ માટે મદદરૂપ થવા માટેના પ્રયાસો કરવાની પણ ખાતરી આપી

મોરબીઃ જિલ્લામાં શુક્રવારે ભાજપની જન આશિર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) આવી પહોંચી હતી. ત્યારે આ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા (Union Minister Parsottam Rupala) પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં કેન્દ્રિય પ્રધાને ભારત અને ગુજરાત સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. આ સાથે જ કેન્દ્રિય પ્રધાને કહ્યું હતું કે, ભારત દૂધના ઉત્પાદનમાં વિશ્વમાં નંબર વન પર છે. આ સાથે જ કેન્દ્રિય પ્રધાને ચેતવણી આપી હતી કે, દૂધમાં ભેળસેળ કરનારાઓને છોડવામાં નહીં આવે.

આ પણ વાંચો- મહેસાણા ખાતે જનઆશીર્વાદ યાત્રા, ભાજપ એ અઢારે આલમના આશીર્વાદવાળી પાર્ટી છે : રૂપાલા

મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રિય પ્રધાને સરકારે કરેલા કામોની ગાથા વર્ણવી

ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આશિર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra)નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોરબી જિલ્લામાં કેન્દ્રિય પ્રધાન પરસોતમ રૂપાલાની આગેવાનીમાં જન આશિર્વાદ યાત્રા મોરબી શહેરમાં પ્રસ્થાન કર્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો પર પરસોતમ રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં મોરબી માર્કેટિંગ યાર્ડ (Morbi Marketing Yard) ખાતે ખેડૂતો, ઉદ્યોગપતિ સહિતના આગેવાનો સાથે સરકારે કરેલા કામોની ગાથા વર્ણવી હતી. આ તકે ઉર્જા પ્રધાન અને મોરબી જિલ્લા પ્રભારી સૌરભ પટેલ, સાંસદ મોહન કુંડારિયા, ભરત બોધરા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, યાર્ડના ચેરમેન મગન વડાવિયા, શહેર ભાજપ પ્રમુખ લાખા જારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે જ કેન્દ્રિય પ્રધાને ખેડૂતોને સિંચાઈ માટે મદદરૂપ થવા માટેના પ્રયાસો કરવાની પણ ખાતરી આપી

આ પણ વાંચોઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં યોજાઇ જન આશીર્વાદ યાત્રા, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા

દૂધમાં ભેળસેળ કરનારા લોકો સામે કડક પગલાં લેવાશેઃ કેન્દ્રિય પ્રધાન

કેન્દ્ર્રિય પ્રધાન પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, દૂધમાં ભેળસેળ કરનાર લોકો સામે સખત કરવામાં આવશે અને ભેળસેળ રોકવા ટેક્નોલોજી વિકસાવવામાં આવશે, જે તાલુકા સ્થળ સુધી પહોચાડવામાં આવશે. આ વિષયને ઉઠાવવામાં આવે કે, તેની સામે ધ્યાન દોરવું છે તેમ કહી જણાવ્યું હતું કે, હાલમાં દૂધના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં ભારત નંબર વન પર છે. આથી ઘણા લોકોને પીડા થાય છે એટલે આપના વ્યવસ્થિત વ્યવસાયને બદનામ કરવા માગે છે પણ ભેળસેળિયાને બચાવવાનો મારો ઈરાદો સહેજ પણ નથી પણ એક ડાભોળીયાને કારણે આખા દેશનું ગૌરવ લઇ શકાય તેવી છે તે કેટલાક તત્વોમાં મનમાં ઈર્ષ્યા ઉભી કરે છે. તો હાલમાં મોરબી જિલ્લામાં વરસાદ ખેચાયો છે અને સિંચાઈ માટે માળિયા તાલુકાના ખેડૂતો પાણીની રાહ્ય જોઈ રહ્યા છે ત્યારે જણાવ્યું હતું કે, સિચાઈનું પાણી મળે તે માટે સ્થાનિક પ્રતિનિધીઓએ મારી સમક્ષ સ્થિતિ વર્ણવી છે અને આ મામલે સિંચાઈ પ્રધાન પાસે આ મુદો ઉઠાવીને ખેડૂતોને મદદરૂપ થવા પ્રયાસ કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.