ETV Bharat / state

મોરબી નજીક દુકાનમાં બંદુકની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપી ઝડપાયા

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક મોબાઈલ દુકાનદારને બંદુક બતાવી બે શખ્સો લૂંટ (Robbery atmobile shop in Morbi )ચલાવી ફરાર થયા હતા. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. આ મામલે પોલીસે બન્ને લૂટારૂઓને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ બાઈક અને રોકડ રકમ કબજે લેવામાં આવી છે.

મોરબી નજીક દુકાનમાં બંદુકની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપી ઝડપાયા
મોરબી નજીક દુકાનમાં બંદુકની અણીએ લૂંટ ચલાવનાર બન્ને આરોપી ઝડપાયા
author img

By

Published : Jun 24, 2022, 6:42 PM IST

મોરબી: ઉંચી માંડલ ગામ નજીક મોબાઈલ દુકાનદારને બંદુક બતાવી બે શખ્સો (Robbery Case in Morbi)બુધવારે સાંજના રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે તપાસ ચલાવી હતી. જેમાં બન્ને લૂટારૂઓને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ(Robbery atmobile shop in Morbi ) બાઈક અને રોકડ રકમ કબજે લેવામાં આવી છે.

લૂંટ

આ પણ વાંચોઃ Robbery Case in Ahmedabad : બંદૂક બતાવી લાખો રુપિયા લઈ લૂંટારુ રફુચક્કર, જૂઓ વિડીયો

ધોળા દિવસે લૂંટની ઘટના - ઉંચી માંડલ ગામ નજીક ફરિયાદી મોન્ટુ ચુનીલાલ કાલરીયા પોતાની મોબાઈલ દુકાનમાં હતો ત્યારે બે ઇસમોએ આવીને પિસ્તોલ બતાવી 20થી 25000ની રોકડની લૂંટ ચલાવી બન્ને શખ્સો ફરાર થયા હતા. આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી. જેમાં બાઈકમાં બન્ને આરોપીઓ ફરાર થયા હોવાની માહિતી મળતા ઉંચી માંડલ ગામના સીમ વિસ્તારમાં શોધખોળ ચલાવી હતી. જેમાં આરોપી અરુણ ચંદ્રકાંતજી ચંદેલ (ઉ.વ.23) અને પ્રકાશ દાલચંદ ભીલ (ઉ.વ.18) રહે બન્ને મધ્યપ્રદેશ વાળાને ઝડપી લઈને લૂંટમાં ગયેલ રોકડ 10000 અને ગુનામાં વપરાયેલ બાઈક મળીને કુલ રૂપિયા 30,000નો મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Robbery Case in Ahmedabad : પાલડીમાં લૂંટફાટ મચાવનાર આરોપીઓ કઈ રીતે પકડ્યા જૂઓ

ઝડપાયેલ આરોપી ગુનાહિત ઈતિહાસ - ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જે મધ્યપ્રદેશના જાવદ પોલીસ મથકમાં ચોરી-ધાડના ગુનામાં તેમજ આર્મ્સ એક્ટના ગુનામાં તેમજ નીમચ પોલીસ મથક MPમાં પણ આર્મ્સ એક્ટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા છે. મોબાઈલ દુકાનમાં ઘુસી પિસ્તોલ બતાવી બન્ને શખ્સો લૂંટ ચલાવી બાદમાં બાઈક લઈને નાસ્યા હતા. જે બાઈક ચોરીનું હોવાનું ખુલ્યું છે. આરોપીઓએ 18 જૂનના રોજ કુબેર ટોકીઝ નજીકથી બાઈક ચોરી કર્યું હતું જેનો ઉપયોગ લૂંટના ગુનામાં કર્યો હતો. જે આરોપીઓ ઝડપાયા બાદ પોલીસે બાઈક ચોરીની ફરિયાદ પણ તુરંત નોંધી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.