- મોરબીમાં ટ્રકમાં લોડીંગ બંધ કરાયું
- જિસકા માલ ઉસકા હમાલ નિર્ણયની અમલવારી ન થતા ટ્રકમાં લોડીંગ બંધ કરાયું
- સિરામિક સહિતના ઉદ્યોગને પ્રતિદિન કરોડોનું નુકશાન
મોરબી: મોરબી અને વાંકાનેરનાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Truck Transport Association) ની તાજેતરમાં મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં જિસકા માલ ઉસકા હમાલ નિર્ણય કરાયો હતો અને માલ ભરનારી પાર્ટીને જ હમાલી ચુકવવી પડશે. તેનો સર્વસંમતીથી નિર્ણય કર્યો હતો. જે અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ પ્રભાતભાઈ ડાંગર જણાવ્યું હતું કે, 10 દિવસ પૂર્વે મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગને લેખિત પત્ર આપી હમાલી પાર્ટીએ ચૂકવવી પડશે. જોકે ઉદ્યોગોએ કોઈ નિર્ણય કર્યો ન હોવાથી બુધવારથી મોરબી ખાતે લોડીંગ બંધ કરવામાં આવ્યું છે. માત્ર મોરબી જ નહિ પરંતુ ઓલ ઇન્ડિયા મોટર કોંગ્રેસ અને ગુજરાત ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Gujarat Transport Association) દ્વારા નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: Morbi: કોરોનાને કારણે સરકારી શાળાઓ બંધ, શિક્ષકો આપે છે શેરી શિક્ષણ
મોરબીમાં 7 થી 8 હજાર ટ્રકોનું લોડીંગ-અનલોડીંગ બંધ
મોરબીમાં બુધવારથી લોડીંગ અને અનલોડિંગ બંધ કરવામાં આવ્યું છે. મોરબીમાં પ્રતિદિન 7 થી 8 હજાર ટ્રકોના લોડીંગ અને અનલોડીંગ થતા હોય છે જે બુધવારથી બંધ કરાયા છે અને જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનું પણ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન (Truck Transport Association) ના પ્રમુખ પ્રભાત ડાંગરે જણાવ્યું હતું.
આ પણ વાંચો: શહેરી વિસ્તારમાં માલ મિલકત પર વેરા માફીની વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે કરી માગ