- ટ્રક હડતાલને પગલે મોરબી પેપરમિલ ઉદ્યોગમાં મુશ્કેલી
- 3 થી 4 દિવસમાં હડતાલના ખુલે તો પેપરમિલ બંધ થવાના આરે
- 40 થી વધુ પેપરમિલ ઉદ્યોગ છે મોરબીમાં
મોરબી: શહેરમાં ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ 1 સપ્તાહથી ચાલી રહી છે. જેના પગલે મોરબીના સિરામિક ઉપરાંત પેપરમિલ એસોસિએસન પણ મુશ્કેલીમાં મુકાયા છે. અને 3 થી 4 દિવસમાં હડતાલનો અંત નહી આવે તો તમામ પેપરમિલ બંધ થશે તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે.
40 થી વધુ પેપરમિલ ઉદ્યોગ મોરબીમાં
મોરબીમાં 40 થી વધુ પેપરમિલ ઉધોગ આવેલા છે અને ટ્રકની હડતાલને પગલે હાલમાં પેપરમિલ પર મુસીબતના વાદળો ઘેરાયા છે.મોરબી પેપરમિલ એસોસિએશનના પ્રમુખ કિરીટ ફૂલતરીયાએ જણાવાયું હતું કે, એસોસિએશનના સભ્યો અથવા તેના નામથી સાચી ખોટી ઓળખ આપનારા ઈસમો પ્રાઈવેટ ટ્રક, માલવાહનો અન્ય શહેરમાંથી આવે છે જેના ડ્રાઈવરને ધમકાવે છે અને ડરાવે છે, કેટલાક વાહનમાં તોડફોડના કિસ્સા બનેલા છે. જેથી બહારના ટ્રક માલિકોને ટ્રાન્સપોર્ટરમાં ભયનો માહોલ છે.
આ પણ વાંચો: મોરબીમાં ઓક્સિજન પ્લાન્ટ માટે સરકારે લિક્વિડ ઓક્સિજનનો 14 ટન જથ્થો ફાળવ્યો
વહેલી તકે નિર્ણય આવે તેવી આશા
માલના મોકલી સકાતા ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડી છે. જેથી 7000 લોકોની સીધી રોજગારી અને અન્ય રોજગારી પ્રભાવિત થઇ છે. અનેક મિલો સંપૂર્ણ અથવા આંશિક રીતે નિકાસના ઓર્ડરનો માલ તૈયાર હોવા છતાં મોકલી શકાતો નથી. બાકીના પેન્ડીંગ ઓર્ડરનો માલ સમયસર તૈયાર કરી સકાય તેમ નથી. પેપર પ્રોડક્ટ ડેરી, ખાદ્ય પ્રોડક્ટ અને અન્ય ફાર્મા પ્રોડક્ટમાં ઉપયોગી હોય છે. જેનો બીજો કોઈ વિકલ્પ નથી જેથી હડતાલનું સુખદ નિરાકરણ આવે તેવી આશા વ્યકત કરી છે.