- મોરબી એસટી ડેપો ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી
- યુનિયનના તમામ કમર્ચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
- મર્યાદિત આગેવાનોની હાજરીમાં એસટી કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
મોરબીઃ કોરોના મહામારી દરમિયાન કેટલાય ફરજ બજાવતા કર્મચારીઓની મૃત્યુ થઇ છે. ત્યારે એસટીના કર્મચારીઓની પણ કોરોનામાં મૃત્યુ થઇ હોવાથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ મોરબી એસટી ડેપો ખાતે યોજાયો હતો. જેમાં મર્યાદિત આગેવાનોની હાજરીમાં એસટી કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પાટણ એસટી કર્મચારીઓએ કોરોનાથી મૃત્યુ પામેલા સાથી કર્મચારીઓને શ્રધ્ધાંજલી આપી
15 વ્યક્તિની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
મોરબી એસટી ડેપો ખાતે ગુરુવારના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ત્રણેય યુનિયનના પાંચ-પાંચ મળીને 15 વ્યક્તિની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત યુનિયનના ડી.એન.ઝાલા સહિતના અગ્રણીઓ દ્વારા કોરોના મહામારીમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા એસટીના કર્મચારીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.