મોરબી સીટી સર્વેયર જયેન્દ્ર લોદરિયાને ACB ટીમે છટકું ગોઠવીને 28 નવેમ્બર 2018ના રોજ ઝડપી લેવામાં આવ્યો હતો. 5 હજારની લાંચ લેવાના કેસમાં ઝડપાયેલા સીટી સર્વેયરના જામીન પૂર્ણ થતા જેલહવાલે કરવામાં આવ્યો છે, તો લાંચ કેસના બે માસ બાદ લાંચિયા કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામક (ગુજરાત રાજ્ય) ગાંધીનગરના હુકમથી મોરબીના સીટી સર્વે સુપિ઼ન્ટૅન્ડેટ આર.કે.ગોધાણીએ જયેન્દ્ર લોદરીયાની ખેડા (નડીયાદ) બદલી હુકમ બજાવી છુટા કરી દીધેલા છે અને છુટા કરવાનો હુકમ મોરબી જેલમા બજાવી દીધો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. તો જયેન્દ્ર લોદરીયા ખેડામાં બદલીના સ્થળે હાજર થયા બાદ તેની સામે સસ્પેન્ડ કરવા જેવા પગલા લેવાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.