આ દરમિયાન કરાટે નિષ્ણાંત મનીષ અગ્રાવતના માર્ગદર્શન હેઠળ મહિલાઓને જુડો અને કરાટેની તાલીમ શિબિર શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરની મહિલા કોલેજ ખાતે આયોજિત શિબિરમાં મોટી સંખ્યામાં બહેનો જુડો અને કરાટેનું માર્ગદર્શન મેળવી છે. તો કરાટે નિષ્ણાંત મનીષ અગ્રાવત જણાવે છે કે, મહિલાઓ પોતાની તેમજ અન્ય મહિલાઓની સુરક્ષા કરી શકે અને આવારા તત્વો સામે લડવા માટેનો આત્મ વિશ્વાસ તેમનામાં જાગે તેવા ઉદ્દેશથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
બહેનોએ પણ ઉત્સાહપૂર્વક તાલીમ મેળવીને આવરા તત્વોને પાઠ ભણાવવા માટે સક્ષમ હોવાનું જણાવાયું હતું.