- મોરબીમાં ફ્રન્ટલાઈન વર્કર્સમાં અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના વેક્સિન લીધી
- અધિક કલેક્ટર અને ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ કોરોના વેક્સિન લીધી
- પોલીસ વિભાગ અને નગરપાલિકાના સ્ટાફે પણ કરાવ્યું કોરોના વેક્સિનેશન
મોરબીઃ જિલ્લામાં ફ્રન્ટલાઈન વર્કર્સ જેવા કે, રેવન્યૂ વિભાગ, પોલીસ વિભાગ અને નગર પાલિકાના અધિકારી તેમજ કર્મચારીઓને કોવિડ વેક્સિન આપવામાં આવી હતી. જિલ્લામાં મોરબી સિવિલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ હળવદ અને વાંકાનેર તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા અને માળિયા ઉપરાંત મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલ ખાતે પણ કોરોના વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી.
અધિક કલેક્ટર અને ડીડીઓએ વેક્સિન લઈ તમામને પ્રોત્સાહિત કર્યા
કોરોના વેક્સિનેશનના બીજા તબક્કામાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશી અને ડીડીઓ પરાગ ભગદેવ સહિતના અધિકારીઓએ વેક્સીનનો ડોઝ લીધો હતો.