ETV Bharat / state

ટંકારામાં સરનામું પૂછવાના બહાને થયેલી લૂંટ મામલે ફરિયાદ - morbi news

ટંકારા પંથકમાં મહિના પૂર્વે સરનામું પૂછવાના બહાને ત્રણ ઇસમોએ આધેડને ધમકી આપી લૂંટ ચલાવી હતી. જે બનાવ મામલે ફરિયાદ નોંધી ટંકારા પોલીસે તપાસ ચલાવી છે. આધેડ પાસેથી ઇસમોએ 72,000ની લૂંટ ચલાવી હતી.

ટંકારામાં સરનામું પૂછવાના બહાને મહિના પૂર્વે થયેલી લૂંટ મામલે ફરિયાદ

author img

By

Published : Aug 8, 2020, 4:07 PM IST

મોરબીઃ ટંકારા પંથકમાં મહિના પૂર્વે સરનામું પૂછવાના બહાને ત્રણ ઇસમોએ આધેડને ધમકી આપી લૂંટ ચલાવી હતી. જે બનાવ મામલે હવે ફરિયાદ નોંધી ટંકારા પોલીસે તપાસ ચલાવી છે.

મોરબીના પંચાસર રોડ પરની શ્યામ પાર્ક સોસાયટીના રહેવાસી ખીમજીભાઈ મીઠાભાઈ ભેંસદડિયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 4ના રોજ સાંજના સુમારે ધ્રુવનગર ગામથી આગળ બારનાલા પાસે વેગનઆર ગાડીમાં આવેલા ત્રણ ઇસમોએ ફરિયાદી બાઇક પર જતા હતા તેને રોકી શંકર ભગવાનનુ મંદિર ક્યાં આવેલું છે તેમ કહીને મોરબી નહીં પહોંચી શકે તેવી ધમકી આપી સોનાના દાગીના જેમાં વીંટી અને સોનાનો ચેન મળીને 72,000ની મત્તા લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાવી છે.

આવી લૂંટ કરવાવાળા ઈસમો જામનગરમાં પકડાયેલા છે. જેથી એક માસ બાદ લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે મોરબી જિલ્લા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે અને લૂંટ પ્રકરણની ફરિયાદ પણ પોલીસે આરોપી પકડાયા બાદ નોંધી છે. જેથી નાગરિકોની સલામતી માટે પોલીસ કેટલી ચિંતિત છે તે પણ સમજી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.