ETV Bharat / state

મોરબીમાં લગ્નપ્રસંગે ગયેલા સોની પરિવારના ઘરે થઈ 4.5 લાખની ચોરી

author img

By

Published : Apr 30, 2019, 3:06 PM IST

​​​​​​​મોરબીઃ મોરબી જિલ્લો તસ્કરો માટે રેઢો પડ બની ગયો છે. શિયાળો હોય કે પછી ઉનાળો દરેક ઋતુમાં તસ્કરોનો તરખાટ જોવા મળે છે. જેમાં ચોરીના વધુ એક બનાવમાં મોરબીના કુબેરનગરમાં રહેતા સોની પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4.20 લાખના દાગીના અને ૩૦ હજાર રૂપિયા રોકડ સહીત કુલ 4.50 લાખની ચોરી કરી નાસી ગયા છે. પોલીસ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા સમાન ફરિયાદ નોંધી હવે તપાસના ઘોડા દોડાવી રહી છે.

Theft

મોરબીના નવલખી રોડ પરના કુબેરનગર સોસાયટીના રહેવાસી અને સુવર્ણકલા જવેલર્સના સંચાલક કૌશિકભાઈ હરિભાઈ પાટડીયા નામના સોની વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કૌશિકભાઈએ જણાવ્યું છે કે, ગત તારીખ 28 ના સવારે તેઓ લગ્નપ્રસંગમાં ગયા હતા તે દરમિયાન તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનના પાછલા દરવાજાથી પ્રવેશ કરી ઘરના કબાટમાં રાખેલ ઘરેણા જેમાં એક સોનાની માળા 45 ગ્રામ વજન, એક પેન્ડલ સેટ 18 ગ્રામ, રંગીન મોતીની માળા 20 ગ્રામ, સોનાનો ચેઈન 22 ગ્રામ, સોનાની માળા 10 ગ્રામની, બે સોનાનના પેન્ડલ 7 ગ્રામ વજનના, સોનાની લેડીઝ વીંટી નંગ 5 થી 7 આશરે 15 ગ્રામ વજનની તેમજ એક જોડી સોનાની બુટી 05 ગ્રામની, ચાર જોડી સોનાની બાલી 7 ગ્રામની, ત્રણ જોડી સોનાની ઝુમર બુટ્ટી 10 ગ્રામની મળીને કુલ 15 તોલા સોનાના દાગીના કિમત રૂપિયા 4.20 લાખ અને રોકડા 30 હજાર સહીત તસ્કરો કુલ 4.50 લાખની મત્તા ચોરી કરી ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

R_GJ_MRB_05_30APR_MORBI_CHORI_FARIYAD_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_05_30APR_MORBI_CHORI_FARIYAD_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_05_30APR_MORBI_CHORI_FARIYAD_SCRIPT_AV_RAVI

મોરબીમાં લગ્નપ્રસંગમાં ગયેલા સોની પરિવારના બંધ મકાનમાંથી ૪.૫૦ લાખની ચોરી

સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી તસ્કરો નાસી ગયા

        મોરબી જીલ્લો તસ્કરો માટે રેઢો પડ બની ગયો છે શિયાળો હોય કે પછી ઉનાળો દરેક ઋતુમાં તસ્કરોનો તરખાટ જોવા મળે છે જેમાં ચોરીના વધુ એક બનાવમાં મોરબીના કુબેરનગરમાં રહેતા સોની પરિવારના  બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ૪.૨૦ લાખના દાગીના અને ૩૦ હજાર રોકડ સહીત કુલ ૪.૫૦ લાખની ચોરી કરી નાસી ગયા છે તો પોલીસ ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા સમાન ફરિયાદ નોંધી  હવે તપાસના ઘોડા દોડાવી રહી છે 

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ પરના કુબેરનગર સોસાયટીના રહેવાસી અને સુવર્ણકલા જવેલર્સના સંચાલક કૌશિકભાઈ હરિભાઈ પાટડીયા નામના સોની વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તારીખ ૨૮ ના સવારે તે લગ્નપ્રસંગમાં ગયા હોય દરમિયાન તેના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ મકાનના પાછલા દરવાજાથી પ્રવેશ કરી ઘરના કબાટમાં રાખેલ ઘરેણા જેમાં એક સોનાની માળા ૪૫ ગ્રામ વજન, એક પેન્ડલ સેટ ૧૮ ગ્રામ, રંગીન મોતીની માળા ૨૦ ગ્રામ, સોનાનો ચેઈન ૨૨ ગ્રામ, સોનાની માળા ૧૦ ગ્રામની, બે સોનાનના પેન્ડલ ૭ ગ્રામ વજનના, સોનાની લેડીઝ વીંટી નંગ ૫ થી ૭ આશરે ૧૫ ગ્રામ વજનની તેમજ એક  જોડી સોનાની બુટી ૦૫ ગ્રામની, ચાર જોડી સોનાની બાલી ૭ ગ્રામની, ત્રણ જોડી સોનાની ઝુમર બુટ્ટી ૧૦ ગ્રામની મળીને કુલ ૧૫ તોલા સોનાના દાગીના કીમત રૂ ૪.૨૦ લાખ  અને રોકડા ૩૦ હજાર સહીત તસ્કરો કુલ ૪.૫૦ લાખની મત્તા ચોરી કરી ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.