મોરબીના કન્યા છાત્રાલય રોડ પરની આદિનાથ સોસાયટીમાં રહેતા વિજયભાઈ જયંતીભાઈ ફળદુએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોટાભાઈ જયેશભાઈ ફળદુ ગત ૧૪મીના રોજથી ગુમ થયા હતા અને તેમની ગાડીમાં મોબાઈલ સાથે ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે લખ્યું હતું કે, મિરેકલ સિરામિક છેલ્લા કેટલાક મહિનાથી નુકસાનીમાં જઇ રહી હતી અને કારખાનાને વેચી નાખીને ભાગીદારી છૂટી કરવા માટે ભાગીદારો સહકાર આપતા નથી. તેમજ લેણદારોનું દબાણ પણ વધી રહ્યું હતું જેથી તે કોઈને કંઇ પણ કહ્યા વગર જતા રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે,અગાઉ દર ત્રણ માસે ભાગીદારોની મીટીંગ થતી હતી અને કારખાનું ખોટમાં ચાલતું હોવાથી મશીનરી સાથે ૧૭ થી ૧૮ કરોડમાં વેચવાનું નક્કી કરાયું હતું.પરતું બાદમાં ઓછી કિમતમાં કારખાનું વેચવા માટેની તૈયારી વચ્ચે ભાગીદાર કારખાનું વેચવા માટે અને ભાગીદારીને છૂટી કરવા સહકાર આપતા ના હતા જેથી ફેકટરીમાં બેંક ઉઘરાણી તથા અન્ય ઉઘરાણી માટે આવતા લોકોનું દબાણ વધી રહ્યું હતું. આ તમામ બાબતથી હું કંટાળી ગયો હતો.તેથી હું અહીંથી દુર જઇ રહ્યો છો.
ગત ૧૪ ના રોજથી ગુમ થયા બાદ સિરામિક ઉદ્યોગપતિ ઘરે હેમખેમ પરત ફર્યા હતા જ્યાં તેમણે પોલીસને નિવેદનમાં જણાવ્યું હતું કે ભાગીદારો સહકાર આપતા ના હતા અને દેવાથી કંટાળી તેઓ કંટાડી ગયા હતા.જેથી તેઓ ચાલ્યા ગયા હતા. જેમાં ટ્રકમાં બેસી ભટક્યા બાદમાં ગોવા ગયા હતા. જોકે તેના મિત્રોએ બધું બરાબર થઇ જશે તેવું આશ્વાસન આપતા તેઓ ઘરે પરત ફર્યા છે. તો ઉદ્યોગપતિ હેમખેમ પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.