મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા (General Meeting in Morbi) પંચાયતના ખંડમાં યોજવામાં આવી હતી. જેમાં ડીડીઓ પરાગ ભગદેવ, ડીડીઓ ઇલાબેન ગોહિલ, ઈશિતા મેર, પ્રમુખ ચંદુ શિહોરા અને ઉપપ્રમુખ જાનકી કૈલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ સભામાં 24 માંથી 20 સભ્યો હાજર રહ્યા હતા. સભામાં વિપક્ષે આક્રમક (Cons in the Morbi General Assembly) અંદાજમાં જોવા મળ્યો હતો.
એજન્સીને બ્લેક લીસ્ટ કરાશે
જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુ શિહોરાએ જણાવ્યું હતું કે, પંચાયતનું બજેટ રજૂ (Morbi Panchayat Budget) કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિભાગમાંથી ખેડૂત લક્ષી કામો ઝડપથી થાય તે માટે ભાર મુકવામાં આવ્યો છે. તો ગત બજેટ કરતા 7 કરોડ 20 લાખના ખર્ચ વધારાનો ઉમેરો કરવામાં આવ્યો છે. અધિકારી નિયમો મુજબ કામ ન કરતા હોવાનો આક્ષેપ શાસક પક્ષના અજય લોરીયાએ કર્યા હતા. જેના બચાવમાં પ્રમુખે જણાવ્યું હતું કે, અધિકારીઓને કામ કરવા માટે સુચના આપવામાં આવશે. જે એજન્સી કામ નહિ કરે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
નાની સિંચાઈ મામલે સરકારને રજૂઆત
સભામાં નાની સિંચાઇના કામો છેલ્લા 5 વર્ષથી થયા નથી. એ મામલે સરકારને સભ્યોએ જાણ કરી હતી કે, નાની સિંચાઇના કામો ન (Minor Irrigation Works in Morbi) થવાના કારણે ખેડૂતો દુ:ખી છે. તો બજેટ રજુ કરતા પહેલા વિપક્ષને વિશ્વાસમાં લેવામાં આવતા ન હોવાનો આક્ષેપ (Opposition Allegations in Morbi Meeting) કરવામાં આવ્યો હતો. તેમજ મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં અસંખ્ય ઓરડાઓ બિસ્માર હાલતમાં છે. જે વિદ્યાર્થીઓના હિત જાળવવા માટે ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Union Budget 2022: 85 ટકા મહિલાને રોજગારી આપતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગને કેન્દ્રિય બજેટમાંથી શું આશા છે?
247.96 લાખની પુરાંત વાળું બજેટ રજુ કર્યું
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રજુ થયેલા બજેટ (Morbi Budget 2022) 247.96 લાખની પુરાંત વાળું છે. બજેટમાં 1006.33 લાખ ઉઘડતી સિલ્ક દર્શાવી વર્ષ 2022-23 માં 901.85 લાખની આવક અંદાજવામાં આવી છે. બજેટમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે માનદ વેતન, પગાર ભથ્થા અને કન્ટીજન્સી ખર્ચ માટે 1 કરોડ 33 લાખ 42 હજારની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Union Budget 2022 : મોરબી સિરામિક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવનો પ્રશ્ન ઉકેલાય તેવી આશા