પ્રથમ ઘટના વાંકાનેરમાં જૂની અદાવત રાખી પિતાપુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેરની આંબેડકર નગર શેરી નં. 2માં રહેતા રમેશભાઈ ચાવડાએ વાંકાનેર શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી વિજય વાઘજીાઈ સુમેસરા તેના જ વિસ્તારમાં રહે છે, જેમણે અગાઉની બોલાચાલીની અદાવત રાખી ફરિયાદીની ડેલીમાં પથ્થર નાખી ગાળો બોલી ફરિયાદી અને તેના દિકરાને મારી નાખવાની ધમકી આપી છે.
બીજી ઘટના મોરબીમાં લાતીપ્લોટ વિસ્તારમાં રહેતા રફીકભાઈ અબ્દુલભાઈ રાજા અને શબીર અબ્દુલભાઈ રાજા બંને ભાઈઓ પર અંદાજે 15થી વધુ લોકોના ટોળાએ હથિયારોથી હુમલો કર્યો હતો. જ્યાં બંને ભાઈઓ ઈજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બંને ઘટનામાં સંબંધિત પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જ્યાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.