- ખેડૂતોને ટેકાના ભાવ સહિતના પ્રશ્નો મામલે મોરબીમાં આવેદન પાઠવ્યું
- ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા કલેકટરને આવેદન
- ખેડૂતને પૂરતા ભાવ ન મળતા દેવામાં ડૂબ થયો
મોરબી: ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા પ્રમુખ જીલેશ કાલરીયાની રાહબરી હેઠળ આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચાલી રહી છે પરંતુ ખેડૂતોને ઉપજના પૂરતા ભાવો મળી રહ્યા નથી. જેથી ખેડૂતોને ટેકાના પૂરતા ભાવો મળે, ખેત ઉત્પાદનોના ભાવો નિયંત્રણમાં રહ્યા નથી. સ્વતંત્ર બજાર વ્યવસ્થા વિકસિત થઇ શકી નથી. ખેડૂતોની ઉપજ પર વેપાર કરનાર અને ઉદ્યોગ ચલાવનાર બધા સુખી છે પરંતુ ખેડૂત દેવામાં ડૂબેલો અને ગરીબ જ રહ્યો છે. બજાર ભાવ અને ટેકાના ભાવમાં મોટું અંતર જોવા મળે છે. એકાદ-બે પ્રદેશમાં લઘુતમ ભાવનો લાભ અને દેશના બાકી ખેડૂતો કેમ વંચિત રહે છે, જેનું સમાધાન જરૂરી છે.
ખેડૂતોની આવક વધારવા માટે ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ ?
કૃષિ વૈજ્ઞાનિક અને સંસ્થાઓ ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કરે છે, ત્યારે ખેડૂતોની આવક વધારવા જેવી પ્રાથમિકતા પર કાર્ય ન થવું જોઈએ ? ખેડૂતોને લઘુતમ સમર્થન મુલ્ય મળતું નથી. જેથી આવેદન પાઠવી તા. 11 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી પ્રધાનમંત્રી કાર્યાલયના પ્રત્યુતરની રાહ જોઈ હતી પરંતુ પ્રત્યુતર મળ્યો નથી. જેથી બુધવારે દેશભરમાં તમામ જિલ્લામાં આવેદન પાઠવ્યું છે અને 10 દિવસમાં કોઈ હકારાત્મક પ્રત્યુતર નહિ મળે તો ભારતીય કિસાન સંઘ આગળના કદમો ઉઠાવશે તેમ જણાવ્યું હતું.