મોરબી: અજીતગઢ ગામના રહેવાસી રાહુલ પ્રવીણભાઈ રાઠોડ અને તેના પત્ની મિતલબેન પોતાની કારમાં બેસીને માળિયા તાલુકાના મેઘપર ગામમાં પ્રસંગમાં જતા હતા, ત્યારે નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાળાં પાસે કોઈ કારણોસર કાર માળિયાની નર્મદા બ્રાંચ કેનાલમાં (car overturned in Maliya Branch Canal) ખાબકી હતી. આ બનાવની જાણ થતા અજીતગઢ ગામના આગેવાન રજની પટેલ, જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય ધર્મેન્દ્ર એરવાડીયા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો દોડી ગયા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બન્નેની શોધખોળ હાથ ધરી હતી.
બન્નેના મૃત્યુ થતા પરિવારજનોમાં શોક ફેલાયો
શોધખોળ બાદ તરવૈયાઓની ટીમને પતિ-પત્નીના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. આ બનાવને પગલે માળિયા પોલીસ ટીમ પણ દોડી ગઈ હતી અને દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતના બનાવની નોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Accident In Patan: વારાહી પાસે હાઇવે પર દંપતિનો અકસ્માત, પત્નીનું મોત થતાં હાઇવે ઓથોરિટી સામે નોંધાઈ ફરિયાદ
આ પણ વાંચો: Accident on Visnagar Unjha Highway : ડમ્પર અને બાઇક વચ્ચે ટક્કર થતાં 3ના મૃત્યુ